(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
રેલવેએ તબક્કાવાર સંચાલન શરૂ કરતા કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉન દરમિયાન પ્રથમ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન નવી દિલ્હીથી છત્તીસગઢના બિલાસપુર જવા માટે ૧૦૭૨ મુસાફરો સાથે રવાના થઇ હતી. રેલવેએ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂઆતના પગલાં ભરતાં સ્પેશિયલ ટ્રેનોની ૩૦ ગાડીઓમાંથી નવી દિલ્હી-બિલાસપુર રાજધાની સુપરફાસ્ટ પ્રથમ ટ્રેન બની ગઇ છે. સંચાલન શરૂ થવાના પ્રથમ તબક્કામાં ૧૫ ટ્રેનોની જોડી નવી દિલ્હીથી જોડતાં દિબ્રુગઢ, અગરતલા, હાવરા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગ્લુરૂ, ચેન્નાઇ, થિરૂવનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સ્ટેશનો માટે દોડશે.