બેઝિંગ,તા. ૧૧
કોરોના વાયરસના કારણે વિશ્વના પ્રભાવિત દેશોની સંખ્યા રોકેટગતિથી વધી રહી છે. હવે ૧૧૯ દેશોમાં કોરોના વાયરસના કારણે આતંક છે. આજે વાયરસના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧૧૯૨૩૩ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે મોતનો આંકડો વધીને ૪૨૯૯ સુધી પહોંચી ગયો હતો. આવી જ રીતે રિક્વર થયેલા લોકોની સંખ્યા ૬૬૫૭૭ સુધી પહોંચી ગઇ હતી. બીજી બાજુ ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને હવે ૩૧૫૮ સુધી પહોંચી ગયો છે. કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યા ૬૧૪૯૯ સુધી પહોંચી ગઇ છે. ૧૧૯ દેશોમાં કુલ કેસોની સંખ્યા રેકોર્ડ સપાટી પર પહોંચી ચુકી છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી.ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. કોરોના વાયરસના કારણે અમેરિકા, કોરિયા અને ઇટાલીમાં પણ ભારે હાહાકાર મચેલો છે. આવી સ્થિતીમાં મોતનો આંકડો ખુબ વધારે જઇ શકે છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે દહેશત અકબંધ છે. કોરોના વાયરસના કારણે હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે.