(એજન્સી) બ્રાસીલિયા, તા. ૧૯
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોનો કોરોના વાયરસ વેક્સિન અજબ તર્ક સામે આવ્યો છે તેમણે આશંકા વ્યક્ત કરી કે અમેરિકી કંપની ફાઇઝર અને તેની જર્મન પાર્ટનર બાયોએનટેકની વેક્સિનથી લોકો મગર કે દાઢી વાળી મહિલા બની શકે છે. ઉલ્લેખનીય છે કે બોલ્સોનારો મહામારીની શરૂઆતથી તેની ગંભીરતાને નકારતા આવ્યા છે. આ સપ્તાહે તેમણે જાહેરાત કરી હતી કે તે વેક્સિન નહીં લેશે જ્યારે દેશમાં વેક્સિનેશન શરૂ થઈ ચુક્યું છે. બોલ્સોનારોએ ગુરૂવારે કહ્યુ કે, ફાઇઝરની સાથે સમજુતીમાં તે સ્પષ્ટ છે કે અમે (કંપની) કોઈ સાઇડ ઇફેક્ટ માટે જવાબદાર નથી. જો તમે મગરમાં ફેરવાય જાવ તો તમારી સમસ્યા છે.’ વેક્સિનના બ્રાઝિલમાં ટેસ્ટ ઘણા સપ્તાહથી ચાલી રહ્યા હતા અને બ્રિટન-અમેરિકામાં ટ્રાયલ બહાર પણ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હતી. તેમણે કહ્યું, ’જો તમે સુપરહ્યૂમન બની જાવ છો તો મહિલાઓને દાઢી આવે છે કે પુરૂષ મહિલાઓના અવાજમાં બોલવા લાગે છે, તો તે તેની જવાબદારી લેશે નહીં.’ દેશમાં વેક્સિનેશન કેમ્પેનની શરૂઆત કરતા બોલ્સોનારોએ જણાવ્યુ કે, વેક્સિન ફ્રી હશે પરંતુ ફરજીયાત નહીં. પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વેક્સિન લેવી જરૂરી છે પરંતુ લોકોને તેના માટે ફોર્સ ન કરી શકાય. તેનો મતલબ છે કે વેક્સિન ન લેવા પર લોકો પર દંડ ફટકારી શકાય. જાહેર સ્થળોથી પ્રતિબંધિત કરી શકાય છે પરંતુ બળજબરીથી વેક્સિન ન આવી શકાય. બ્રાઝિલમાં ૭૧ લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે અને ૧.૮૫ લાખથી વધુના મૃત્યુ થયા છે. બોલ્સોનારોએ કહ્યુ કે, વેક્સિનને બ્રાઝિલની રેગ્યુલેટરી એજન્સી છહદૃૈજટ્ઠ થી સર્ટિફિકેશન મળ્યા બાદ તેને છોડી દરેકને વેક્સિન મળી જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ વેક્સિન લેશે નહીં.