(એજન્સી) નવી દિલ્હી, તા.ર
બ્રિટનના ચાર ડૉક્ટરોએ કોવિડ-૧૯થી બ્રિટિશ લોકોની રક્ષા કરતાં કરતાં એક અઠવાડિયાની અંદર પોતાના પ્રાણ ગુમાવ્યા. મૃતક ડૉક્ટરો જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા તેમની ઓળખ સુડાની ડૉ.આદિલ એલ તૈયારના રૂપમાં થઈ. સુડાનમાં જન્મેલા ડૉ.અમજદ, પાકિસ્તાની ડૉક્ટર હબીબ જૈદી અને ડૉક્ટર અલ્ફા સુડાન, જેઓએ છેલ્લા શ્વાસ સુધી લોકોની સેવા કરી. ડૉ.આદિલ એલ તૈયર ૬૪ વર્ષીય ડૉક્ટર કોરોના વાયરસથી મરનાર બ્રિટનના પ્રથમ સર્જન હતા. ડૉ.આદિલે રપ માર્ચના રોજ વેસ્ટ લંડનના ઈસ્લેવર્થમાં વેસ્ટ મિડલસેકસ યુનિ. હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. ડૉ.આદિલ એલ તૈયરનું કોરોના વાયરસના લીધે મોત થયું. તેમના ચાર પુત્રો હતા જેમાંથી બે એનએચએસમાં ડૉક્ટર છે જે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ડૉ.હબીબ ઝૈદી ૭૬ વર્ષીય ડૉક્ટરને સાઉથ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા જ્યાં મંગળવારે ગ્રહણ હોસ્પિટલ કેન્દ્રમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. મૃતક ડૉક્ટરની પુત્રી ડૉ.સારા ઝૈદીએ જણાવ્યું કે, તેમનામાં કોવિડ-૧૯ના પ્રાથમિક લક્ષણ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જો પરીક્ષણોમાં તેમની પુષ્ટિ થાય છે તો ડૉ.ઝૈદી કોરોના વાયરસથી મરનાર બ્રિટનના પ્રથમ ડૉક્ટર હશે. ડૉ.અમજદ પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમનું લિસેસ્ટરના ગ્લેનફિલ્ડ હોસ્પિટલમાં નિધન થઈ ગયું. પપ વર્ષીય ડૉક્ટર અમજદ કોરોના વાયરસ સંકટ દરમિયાન સતત કામ કરી રહ્યા હતા અને દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. તેઓએ ઘણા લોકોના પ્રાણ બચાવ્યા. ગત બે અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. ગત શનિવારે ર૮ માર્ચે તેઓએ છેલ્લા શ્વાસ લીધા. ૬૮ વર્ષીય સેવાનિવૃત્ત ડૉક્ટર અલ્ફા સાદુ કોરોના વાયરસ સંક્રમણ બાદ મરનારા બ્રિટનના ચોથા ડૉક્ટર હતા. યુનાઈટેડ કિંગડમમાં રહેનાર સાદુ કોરોના સંકટ દરમિયાન મદદ કરવા માટે કામ પર પાછા આવ્યા હતા પણ એક મહિના સુધી કોરોના વાયરસથી લડયા બાદ મંગળવારે સવારે ૩૧ માર્ચે તેમનું નિધન થયું હતું. અંતિમ શ્વાસ લેતા પહેલાં તેમણે રાજકુમારી એલેકજેન્ડ્રા હોસ્પિટલમાં એનએચએસ ટ્રસ્ટમાં કામ કર્યું હતું અને બીમારીના શિકાર લોકોની સારવાર કરી હતી. પૂર્વ સિનેટ અધ્યક્ષ બુકોલ સરાકીએ ફેસબુક પર સાદુના મૃત્યુની ઘોષણા કરી હતી.