(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
નિષ્ણાત લોકોના એક જૂથે જણાવ્યું છે કે, કોરોના વાયરસ વધુ બે વર્ષ સુધી દુનિયા પર મંડરાતો રહેશે અને આશરે દુનિયાના ૬૭ ટકા લોકો પર તેનો કાબૂ રહેશે. અહેવાલ અનુસાર જે લોકો બીમાર નથી તેઓમાં કોરોના વાયરસ ફેલાવાની શક્યતા ઓછી છે. આ વાયરસ ઇન્ફ્લૂએન્ઝાને અંકુશમાં લેવા કરતા વધુ આકરો છે જે તાજેતરના ઇતિહાસમાં જોવામાં આવ્યું છે. આ અહેવાલ યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સેન્ટર ફોર ઇન્ફેક્શન્સ ડીસીઝ રિસર્ચ એન્ડ પોલિસી દ્વારા બહાર પડાયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જે લોકોમાં લક્ષણ ના દેખાય ત્યારે પણ તેઓને આ રોગનો ચેપ હોઇ શકે છે. રિપોર્ટના લેખકોએ જણાવ્યું છે કે, આખી દુનિયામાં ફેલાયેલા ચેપને ઓછો કરવા માટે સમગ્ર વિશ્વના કરોડો લોકોને લોકડાઉનમાં રખાયા બાદ હવે સરકારો બિઝનેસ સ્થળો અને જાહેર સ્થળોને ખોલવામાં તકેદારી રાખી રહી છે. તેમણે જણાવ્યું છે કે, ૨૦૨૨ સુધી કોરોના વાયરસનો ફેલાવો રહી શકે છે.