ઈરફાન પઠાણ સોશિયલ મીડિયા દ્વારા કમાયેલી બધી કમાણી દાન કરશે
ક્રિકેટર ભાઈઓની આ જોડી અત્યાર સુધી ૯૦ હજાર પરિવારોની મદદ કરી ચૂકી છે

ગત વર્ષ ર૦ર૦માં કોરોનાની પ્રથમ લહેર વખતે પઠાણ પરિવારે ચાર હજાર માસ્ક અને વિટામિન-સી ટેબ્લેટનું વિતરણ કર્યું હતું

યુસુફ અને ઈરફાન દિલ્હી સ્થિત પઠાણ ક્રિકેટ એકેડમીમાં કોરોના દર્દીઓને મફતમાં ભોજન કરાવી રહ્યા છે

પિતા મહેમુદખાન પણ પોતાના ટ્રસ્ટ દ્વારા વડોદરાના કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે

ર૦૧૮માં કેરળમાં આવેલા પૂર દરમ્યાન અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી પહોંચાડી હતી

કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહેલા દેશને બચાવવા માટે અનેક ક્રિકેટરો અને સેલિબ્રિટી આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ એક મોટો નિર્ણય લીધો છે. વડોદરાના આ પૂર્વ ખેલાડીએ જાહેરાત કરી છે કે તે સોશિયલ મીડિયા અભિયાન દ્વારા થયેલી પોતાની બધી કમાણીને ચેરિટીમાં લગાવી દેશે.
જો કે આ કોઈ પહેલી વખત નથી કે જ્યારે ઈરફાને આવી રીતે મદદ માટે હાથ લંબાવ્યો હોય. આ પહેલા પણ તે પોતાના મોટાભાઈ યુસુફ સાથે મળીને દક્ષિણ દિલ્હી સ્થિત પઠાણ ક્રિકેટ એકેડેમીમાં કોરોના સંક્રમિતોને મફતમાં ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. સાથે જ પઠાણ બંધુઓના પિતા મહેમુદખાન પણ પોતાના ટ્રસ્ટ દ્વારા વડોદરાના કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે.
ક્રિકેટર ભાઈઓની આ જોડી અત્યારસુધી ૯૦ હજાર પરિવારોની મદદ કરી ચૂકી છે. વર્ષ ર૦ર૦માં કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન પણ પઠાણ પરિવાર આગળ આવ્યો હતો ત્યારે વડોદરામાં ચાર હજારથી વધુ માસ્કનું વિતરણ કર્યું હતું. જેથી લોકો પોતાને સુરક્ષિત રાખી શકે. પોલીસકર્મીઓ રોગપ્રતિકારક શક્તિ વધારી શકે તે માટે વિટામિન-સીની ટેબ્લેટનું પણ વિતરણ કર્યું હતું.
ના ફક્ત કોરોના મહામારી પણ સમય સમય પર ઈરફાન અને યુસુફ જનસેવાના કાર્ય કરતા રહે છે. ર૦૧૮માં કેરળ પૂર દરમ્યાન તેણે રાજ્યના અસરગ્રસ્ત લોકો માટે દવાઓ, ભોજન, કપડાં, ચંપલ જેવી પાયાની જરૂરિયાત સહિત પૂર રાહત સામગ્રીની વ્યવસ્થા પણ કરી હતી.