નવી દિલ્હી, તા.૨
દુનિયાના ૨૧૦ દેશો કોરોના વાયરસના કારણે પ્રભાવિત બનેલા છે. દેશોની સરકારો આને લઇને ભારે ચિંતિત બનેલી છે. કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે દુનિયાના તમામ વૈજ્ઞાનિકો લાગેલા છે પરંતુ આશાનું કોઇ કિરણ હજુ સુધી દેખાઈ રહ્યું નથી. દુનિયાના તમામ દેશો અને નાગરિકો કોરોનાને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. કોરોના વાયરસે દુનિયાના ૨૧૦ દેશોને પોતાના સકંજામાં લઇ લીધા છે અને સમગ્ર વિશ્વમાં કેસોનો આંકડો વધી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩૪,૩૦,૫૮૫ સુધી પહોંચી ગઈ છે એટલે કે આંકડો ૩૪ લાખથી પણ ઉપર થઇ ગયો છે. વિશ્વમાં કોરોનાગ્રસ્ત દેશોની હાલત ખુબ જ ખરાબ બનેલી છે. કોરોના કારણે અર્થતંત્ર પર પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. દુનિયાભરમાં રિકવર થયેલા લોકોની સંખ્યા ૧૦૮૮૫૯૯ સુધી પહોંચી ગઈ છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૦,૯૪,૮૪૬ પર પહોંચી ચુકી છે. આવી જ રીતે દુનિયામાં મોતનો આંકડો પણ વધીને ૨,૪૦,૯૬૧ ઉપર પહોંચી રહ્યો છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૧૨૧૮ પર પહોંચી ચુકી છે. સુપર પાવર અમેરિકા અને સ્પેન તેમજ ઇટાલી જેવા દેશો કોરોનાની સામે જંગ હારતા દેખાઇ રહ્યા છે. અમેરિકા અને સ્પેન સહિતના દેશોમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. ચીનમાં પણ કેટલાક નવા કેસો સપાટી પર આવ્યા છે. ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૧૨૧૮ રહેલી છે. જે ગંભીર સ્થિતીનો સંકેત આપે છે.કોરોના કહેર હજુ જારી રહી શકે છે. વિશ્વમાં કોરોનાની સ્થિતી કેટલી ખતરનાક છે તેનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે મોતના આંકડાના મામલામાં અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન, બેલ્જિયમ સૌથી આગળ રહ્યા છે. આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડી દીધા છે. ભારતમાં પણ હવે સ્થિતી ખરાબ થઇ રહી છે. કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્થિતી સુધરી રહી નથી. જ્યારે જાપાન, ચીન સહિતના દેશોમાં સ્થિતીમાં સુધારો થયો છે. દુનિયાના ૨૧૦ કરતા વધારે દેશો કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમના અર્થતંત્ર ભાંગી પડવાના આરે પહોંચી ગયા છે. અમેરિક અર્થતંત્રને પણ નુકસાન થયુ છે. તમામ દેશો પગલા લઇ રહ્યા છે પરંતુ હાલમાં બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. કોરોનાના કારણે સ્થિતી ક્યારેય સુધરશે તે અંગે હાલમાં વાત કરવી મુશ્કેલ છે. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. હવે સૌથી અસરગ્રસ્ત દેશોમાં ભારત પણ સામેલ છે. કારણ કે કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે.

વિશ્વમાં કોરોના કહેર

વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૧૦
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૩૪,૩૦,૫૮૫
વિશ્વના કુલ દેશોમાં મોતની સંખ્યા ૨,૪૦,૯૬૧
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૧૦,૯૪,૭૭૮
ભારતમાં કેસો ૩૯૨૪૨
ભારતમાં એક્ટિવ કેસો ૨૭,૩૭૩
રિકવર ૧૦,૫૬૫
મોત ૧,૩૦૦