ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા
બનાવવામાં આવેલી એક નિષ્ણાંતોની પેનલ દ્વારા આ મંજૂરી આપવામાં આવી,
બ્રિટન અને આર્જેન્ટિના બાદ વેક્સિનને
મંજૂરી આપનારો ભારત ત્રીજો દેશ

ઓકસફર્ડની કોરોના વેકિસનને ભારત માટે નિષ્ણાતોની પેનલની
મંજૂરી મળી, ભારતની કોવિશિલ્ડ વેકિસનના ઉપયોગ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટની ભલામણ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
નવા વર્ષનો પ્રથમ દિવસ દેશવાસીઓ માટે મોટી ખુશખબરી લઇને આવ્યો છે. વર્ષના પ્રથમ દિવસે જ દેશવાસીઓને કોરોના વેક્સિનની ભેટ મળી છે. માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન ‘કોવિશિલ્ડ’ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી એક નિષ્ણાંતોની પેનલ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. કોરોના વેક્સિનને લઇને શુક્રવારના રોજ મહત્વની બેઠક યોજાઇ હતી. ઝ્રડ્ઢજીર્ઝ્રંની આ બેઠકની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ભારતમાં આ વેક્સીનનું ઉત્પાદન પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યુટે એસ્ટ્રાજેનેકા સાથે કોરોના વેક્સિનના ઉત્પાદન માટે કરાર કર્યા છે.
ઓક્સફર્ડની આ વેક્સીનને સૌથી પહેલી મંજૂરી બ્રિટન દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ આર્જેન્ટીનાએ મંજૂરી આપી અને હવે ભારત આ વેક્સીનને મંજૂરી આપનારો ત્રીજો દેશ બન્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા પહેલાથી જ આ વેક્સિના પાંચ કરોડ ડોઝ તૈયાર કરવામાં આવ્યા છે. ભારતમાં આ વેક્સીનનું નામ ‘કોવિશીલ્ડ’ રાખવામાં આવ્યું છે. આ પહેલા બુધવારના દિવસે એક્પર્ટ કમિટિની બેઠક મળી હતી જેમાં પણ વેક્સિનના ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી અંગે વિચારણા કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી વખત આ બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજની બેઠકમાં કુલ ત્રણ વેક્સિન કંપનીઓએ પોતાના પ્રેઝન્ટેશન રજુ કર્યા હતા. જેમાં ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યુટ ને ફાઇઝરનો સમાવેશ થાય છે. આ ત્રણેમાંથી અંતે કમિટિએ સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ ઉપર મહોર લગાવી છે. ગયું આખુ વર્ષ દેશવાસીઓએ ડર અને મુશ્કેલીના માહોલ વચ્ચે વીતાવ્યું છે. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે જ દેશવાસીઓ માટે આશાનું કિરણ સામે આવ્યું છે. ભારત સરકારે પણ વેક્સિનેશન શરુ કરવા માટેની તમામ તૈયારીઓ પુર્ણ કરી લીધી છે. કદાચ આ અઠવાડિયાથી જ દેશવ્યાપી રસીકરણનો પ્રારંભ થઇ શકે છે.