(એજન્સી)
નવી દિલ્હી,તા.૩
ચીનના વુહાન શહેરથી આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસને અટકાવવા માટે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. કોરોનાને લઈને વેક્સીનની તૈયારીઓ વચ્ચે તેની કિંમત વિશે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. મોડર્ના ઇન્કની રસી કિંમત સૌથી વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે ફાઇઝરની કિંમત આશરે ૩૦ ડોલરની આસપાસ હોઈ શકે છે. તે જ સમયે, ભારતમાં બનાવવામાં આવતી કોવિશિલ્ડ રસીની કિંમત બજારમાં ૬૦૦ રૂપિયા સુધી થઈ શકે છે. કેન્દ્ર સરકારે પણ લોકોને રસી આપવાની તૈયારી તેજ કરી દીધી છે. જો કે, સરકારે જણાવ્યું છે કે કોરોના રસી દરેકને આપવામાં આવશે નહીં. સરકાર આગામી વર્ષ ૨૦૨૧ના પ્રારંભિક મહિનામાં ૩૦ કરોડ દેશવાસીઓને રસી આપનાર કર્મચારીઓનું લિસ્ટ બનાવી રહ્યું છે. અમેરિકન કંપની ફાઇઝરએ જર્મનીમાં બાયોએનટેકના સહયોગથી કોરોના રસી વિકસાવી છે. તે ફેઝ ૩ ટ્રાયલ્સમાં ૯૫% સુધી અસરકારક રહી છે. ટ્રાયલના પરિણામોના આધારે આ અત્યાર સુધીમાં સૌથી અસરકારક રસી છે. જો કે, ફાઇઝરની રસીને -૭૦ ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરવી પડે છે જે તેની સૌથી મોટી ખામી છે. રસીની કિંમત ઘણી વધારે હશે. કંપનીએ યુએસ સરકાર એડ ડોઝના ૧૯.૫૦ ડોલરમાં ડીલ કરી છે. તેથી ખુલ્લા બજારમાં રસીની કિંમત બમણી થઈ શકે છે. અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના ઇંકે જણાવ્યું છે કે, સરકારોને તેમની કોરોના વાયરસની રસીના એક ડોઝ માટે ૨૫ (૧,૮૫૪)થી ૩૭ (૨,૭૪૪) ડોલર ચૂકવવા પડશે. ભારતમાં તૈયાર થઈ રહેલી કોવિશિલ્ડ સરકારને ઓછી કિંમત (૩થી ૪ ડોલર એટલે કે ૨૨૫-૩૦૦ રૂપિયા) કારણ કે તે ઘણા બધા ડોઝ ખરીદશે. પરંતુ સામાન્ય લોકોને રસી માટે ૫૦૦થી ૬૦૦ રૂપિયા ચુકવવા પડશે. સામાન્ય રીતે રસી તૈયાર થવામાં વર્ષોનો સમય લાગે છે. પરંતુ કોરોનાના કિસ્સામાં આ રસી ફક્ત થોડા મહિનામાં તૈયાર કરવામાં આવી છે.
Recent Comments