(એજન્સી)
નવી દિલ્હી, તા.૧
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ઘણા દેશો કોરોનાની રસી બનાવામાં લાગ્યા છે. વન્ય જીવન વિશેષજ્ઞોના કહેવા મુજબ, વેક્સિન ઉત્પાદન માટે ૫ લાખ શાર્કને મારવામાં આવી શકે છે. કારણકે કોવિડ-૧૯ વેક્સિન નિર્માણમાં એક પદાર્થ સ્કવૈલિનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કવેલિન એટલે કે પ્રાકૃતિક તેલ શાર્કના લીવરમાં બને છે. વર્તમાનમાં પ્રાકૃતિક તેલનો ઉપયોગ દવામાં સહાયક તરીકે થાય છે.જે મજબૂત ઈમ્યુનિટી પેદા કરી વેક્સિનની અસરને વધારે છે. બ્રિટિશ ફાર્મા કંપની ગ્લેક્સોસ્મિથક્લાઇન હાલ ફ્લૂ વેક્સિનના નિર્માણમાં સ્કવૈલિનનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે, મેમાં કોરોના વાયરસ વેક્સિનમાં સંભવિત ઉપયોગ માટે સ્કવૈલિનના એક બિલિયન ડોઝ બનાવશે. એક ટન સ્કવૈલિન કાઢવા માટે આશરે ત્રણ હજાર શાર્કની જરૂર જરૂર પડશે. અમેરિકાના કેલિફોર્નિયાની શાર્ક અલાઇઝ સંસ્થાનું કહેવું છે કે જો શાર્કના લીવરમાં તેલથી કોવિડ-૧૯ વેક્સીનનો એક ડોઝ આપવામાં આવતો હોય તો આશરે અઢી લાખ શાર્કને મારવામાં આવશે. સ્ક્વૈલિન કેટલી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે તેના પર આ વાત નિર્ભર કરશે. બે ડોઝની જરૂર પડે તો પાંચ લાખ શાર્કને મારવામાં આવશે. શાર્કની વસતી પર ઉભા થયેલા ખતરાથી બચવા માટે વૈજ્ઞાનિક સ્કવૈલિનનું વૈકલ્પિક પરીક્ષણ કરી રહ્યા છે. આ માટે સિંથેટિક વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. શાર્ક અલાઇઝની સંસ્થાપક સ્ટીફની બ્રેન્ડિલે જણાવ્યું, જંગલી જીવને મારવા ક્યારેય કોઈ વિકલ્પ ન હોઈ શકે.