(એજન્સી) નવી દિલ્હી, તા.ર
ભારતીય સેના કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈમાં પ્રત્યેક મોરચા પર તૈનાત કોરોના યોદ્ધાઓના સમર્થનમાં ૩ મેએ લાય પાસ્ટ કરશે અને કોવિડ-૧૯ સ્પેશિયલ હોસ્પિટલો પર પુષ્પ વર્ષા કરશે. આ દરમિયાન નેવીના યુદ્ધ જહાજો પર રોશની કરવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સેનાના ત્રણેય પ્રમુખો સાથે એક પત્રકાર પરિષદમાં તેની જાણકારી આપી હતી. જનરલ રાવતે કહ્યું છે કે, સમગ્ર દેશ કોવિડ-૧૯ મહામારી વિદ્ધ લડી રહ્યો છે. અમે બધા કોરોના વોરિયર્સ પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ જે આપણને સુરક્ષિત રાખવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોરોના સામે લડનારા લોકો સાથે દેશની સશક્ર સેના મજબૂતીથી ઊભી છે. સમગ્ર વિશ્વ કોરોનાના સંકટ સામે લડી રહ્યું છે. અમે સેના તરફથી કોરોના વિરૂદ્ધ લડાઈ લડી રહેલા યોદ્ધાઓને સલામ કરીએ છીએ. દેશની સેના તેમની સાથે છે. તેમણે જણાવ્યું છે કે, ૩ મેએ એરફોર્સ દેશભરમાં લાય પાસ્ટ કરશે. એક લાઈ પાસ્ટ શ્રીનગરથી કરીને તિવનંતપુરમ સુધી પહોંચશે. બીજી દિબ્રુગઢથી કચ્છ સુધી જશે. ઈન્ડિયન એરફોર્સના ફિકસડ વિંગ અને એરક્રાટ લાઈ પાસ્ટમાં ભાગ લેશે. યારે નેવીના હેલિકોપ્ટર કોવિડ-૧૯ દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલો પર પુષ્પ વર્ષા કરશે. ઈન્ડિયન આર્મી પોતાની તરફથી દેશભરના મોટાભાગના જિલ્લાઓમાં કેટલીક કોવિડ હોસ્પિટલો સાથે માઉન્ટેન બેન્ડ ડિસ્પ્લે કરશે. પોલીસ દળના સમર્થનમાં સશક્ર દળ ૩ મેએ પોલીસ મેમોરિયલ પર માલ્યાર્પણ કરશે.