નવી દિલ્હી,તા.૧૮
કોરોના વાયરસના લીધે ક્રિકેટ સિવાય બીજી તમામ રમતો સંપૂર્ણપણે ઠપ છે. ભારતમાં ક્રિકેટના ખેલાડી મેદાનમાં કયારે ઉતરશે આ અંગે હજુ સુધી કંઇ ખબર નથી. જો કે ભારતના દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડનું માનવું છે કે જ્યારે ક્રિકેટ શરૂ થશે ત્યારબાદ પણ ખેલાડીઓમાં ભય રહેશે. એક કાર્યક્રમમાં દ્રવિડે કહ્યું કે કોરોના વાયરસ બાદ જ્યારે રમત ફરીથી શરૂ થશે તો ખેલાડીઓના મનમાં ‘શંકા, સંકોચ અને ભયની ભાવના’ બની રહેશે. દ્રવિડે રવિવારના રોજ કહ્યું કે રમત શરૂ થયા બાદ થોડાંક સમય માટે ખેલાડીઓના મનમાં શંકા કે ભય ઉભો થઇ શકે છે. મને વિશ્વાસ છે કે જ્યારે ફરીથી રમત શરૂ થશે તો ચોક્કસ હિચખિચાટ થશે.
ટેકનિકલી રીતથી ક્રિકેટની રમતના શ્રેષ્ઠ બેટસમેનમાં સામેલ રહેલા દ્રવિડે કહ્યું કે વ્યક્તિગત રીતે મને નથી લાગતું કે આ બહુ મોટી પરેશાની હશે. મને નથી લાગતું કે એક વખત શીર્ષ ખેલાડી જ્યારે મેદાન પર એ વસ્તુ માટે ઉતરશે જેને તેઓ પ્રેમ કરે છે તો તેમને પરેશાની થશે. દ્રિવેડ એ ફેસબુક લાઇવ પર ‘સ્ટેઇંગ અહેડ ઓફ કર્વ-ધ પાવર ઓફ ટ્રસ્ટ’ વિષય પર ચર્ચા દરમ્યાન કહ્યું કે ઘણા બધા ખેલાડીઓ માટે એક મોટો પડકાર હશે કે જ્યારે તેઓ બે કે ત્રણ મહિના સુધી રમશે નહીં તો પોતાના શરીર પર વિશ્વાસ રાખશે કે નહીં.
કોરોના સંકટ : જ્યારે ક્રિકેટ શરૂ થશે ત્યારબાદ પણ ખેલાડીઓમાં ભય રહેશે : દ્રવિડ

Recent Comments