(એજન્સી) વોશિંગ્ટન, તા.ર
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કોરોના વાયરસની સારવારમાં રીમડેસિવીરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી. અત્યાર સુધી ટ્રમ્પ કોરોની સારવાર માટે સૌથી અસરકારક દવા તરીકે મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન હોવાનો દાવો કરી રહ્યા હતા. યુ.એસ.માં રીમડેસિવીર દવાથી કોરોના દર્દીઓ પર સારા પરિણામો જોવા મળ્યા છે. ઇબોલા વાયરસ માટે પ્રથમ પરીક્ષણ કરાયેલ આ એન્ટિવાયરલ દવાને ડોક્ટરો સકારાત્મક રીતે જોઈ રહ્યા છે જેને આ દવા અપાય છે તેને સરેરાશ ૧૧ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ અમેરિકન ફાર્મા કંપની ગિલિયડ દ્વારા બનાવવામાં આવેલી આ દવા કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવી નથી. ભલે તેનો ફાયદો થઈ રહ્યો હોવા છતાં આડઅસરો અંગેના સંશોધનની પણ જરૂર છે. આ અગાઉ તે અન્ય દવાઓ સાથે ભળીને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના બિમાર લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ હતું.
કોરોના સંકટ વચ્ચે ટ્રમ્પે રીમડેસિવીરના ઉપયોગની મંજૂરી આપી

Recent Comments