(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૧
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ સોમવારે એક મોટો નિર્ણય લેતાં અમેરિકામાં કોઈ પણ વિદેશીના પ્રવેશ પર અસ્થાઈ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્રમ્પે ટિ્વટ કરીને કહ્યું કે એક અદૃશ્ય દુશ્મનનો સામનો કરવા માટે, આપણા મહાન અમેરિકાના દેશવાસીઓની નોકરીઓની રક્ષા માટે, મેં એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સહી કરી છે જે મુજબ હાલ કોઈ પણ અન્ય દેશના નાગરિકને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
એક રિપોર્ટ મુજબ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોમવાર મોડી સાંજે આ એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સહી કરી દીધી છે, તે મુજબ જ્યાં સુધી કોરોના સંક્રમણના કેસ સામે આવતા રહેશે ત્યાં સુધી અસ્થાઈ રીતે હાલ ઇમિગ્રેશન બંધ રહેશે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકામાં કોરોના એરપોટ્ર્સના રસ્તે જ પહોંચ્યો છે એન હવે દેશની સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થાને બચાવવા માટે હાલ દેશમાં કોઈ પણ અન્ય દેશના નાગરિકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ટ્રમ્પે ઇમિગ્રશન પર પ્રતિબધ લગાવીને અમેરિકાના સ્થાનિક નિવાસીઓની નોકરી બચાવવાનો દાવો કર્યો છે. ટ્રમ્પનો દાવો છે કે કોરોનાથી લડવા અને નોકરીઓ બચાવવા માટે તેઓએ આ પગલું ભર્યું છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે ઇમિગ્રેશન પર પ્રતિબંધ લગાવવા માટે નીતિ શું હશે કે પછી તે કેટલા સમય માટે હશે. જોકે, ટ્રમ્પના જણાવ્યા મુજબ, તે અસ્થાઈ છે અને સ્થિતિ સુધરતાં જ તેને પરત લેવામાં આવશે. વ્હાઇટ હાઉસે હાલ સ્પષ્ટ નથી કર્યું કે ક્રોસ બોર્ડર ઓપરેશન્સ અને જેમની પાસે ગ્રીન કાર્ડ છે તેમની પર આ આદેશની શું અરસ થવા જઈ રહી છે.
કોરોના સંકટ વચ્ચે ટ્રમ્પે અમેરિકામાં તમામ વિદેશીઓ પર રોક લગાવી

Recent Comments