અમદાવાદ, તા.૧૩
અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. આ મહામારીનો સામનો કરવા માટે સોલિવુડ કંપનીના માલિક રમેશ જશુભાઈ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને મ્હાત આપી શકે તેવું સોલિવુડ અમૃત ફૂડ સપ્લિમેન્ટ બનાવવામાં આવેલ છે. સોલિવુડ કંપનીના માલિક રમેશભાઈએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને ઈમ્યુનિટી પાવર ઓછો થઈ ગયો હોય તે વ્યક્તિને કોરોના વાયરસનું ઈન્ફેક્શન જલ્દી લાગે છે અને જો તે વ્યક્તિ સોલિવુડ અમૃત લેશે તો તેના શરીરમાં તાત્કાલિક ઈમ્યુનિટી પાવરમાં વધારો થવા લાગે છે અને કોરોના વાયરસનો શરીરમાં વધારો અટકી જાય છે. મારી પ્રોડક્ટ ફૂડ સપ્લિમેન્ટ છે અને ૧૦૦ ટકા નેચરલ હર્બલમાંથી બનાવવામાં આવેલ છે. જેથી શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહીં થાય. વધુમાં રમેશભાઈએ સોલિવુડ અમૃતની માહિતી સરકારના તમામ ડિપાર્ટમેન્ટને ઈમેલ દ્વારા અને ફોન દ્વારા આપવામાં આવી છે પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો જવાબ મળેલ નથી.