પત્રકાર આલમ તથા ‘ગુજરાત ટુડે’ પરિવારમાં શોકની લાગણી

અમદાવાદ, તા.૪

‘ગુજરાત ટુડે’ના જામનગર ખાતેના પત્રકાર ઈકબાલ અઘામ કોરોના સામે લાંબા સમય સુધી જંગ લડ્યા બાદ આજરોજ અલ્લાહની રહેમતમાં પહોંચી જતા પત્રકાર આલમ તથા ‘ગુજરાત ટુડે’ સ્ટાફગણમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

મર્હૂમ ગુજરાત ટુડે સાથે વર્ષો સુધી જોડાયેલા હતા. તેઓ સેવાભાવી, મિલનસાર તથા હસમુખા સ્વભાવના હતા. જામનગરમાં ‘ગુજરાત ટુડે’નો ફેલાવો કરવામાં તેમનું અમૂલ્ય યોગદાન છે. તેમના જવાથી ભારે ખોટ પડી છે. અલ્લાહત્આલા મર્હૂમની મગફિરત ફરમાવે અને જન્નતમાં આલામકામ અતા ફરમાવે તેવી દુઆ ‘ગુજરાત ટુડે’ પરિવારે કરી છે.