(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત જારી રહ્યો છે. એમાંય અમદાવાદમાં ચિંતાજનક રીતે કેસો ઘટવાનું નામ લેતા નથી. આજે રાજ્યમાં કોવિડ-૧૯ના ૩૬૪ કેસો નોંધાયા હતા, જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ર૯ર કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કોરોનાને લીધે ર૯ દર્દીઓનાં મોત નિપજ્યા હતા, જ્યારે આજરોજ વિવિધ હોસ્પિટલમાંથી ૩૧૬ લોકો સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય તેવા ૩૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે આજદિન સુધી આ મહામારીને લીધે ૯ર૬૮ લોકો પ્રભાવિત થયા છે. આજે એક જ દિવસમાં પ્રાથમિક રીતે કોરોનાને કારણે ૭ તથા અન્ય ગંભીર બીમારીથી પણ પીડાતા હોય તેવા રર દર્દીઓ મળી કુલ ર૯ દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ સાથે આજદિન સુધી કોરોનાથી થયેલા મોતનો આંક પ૬૬ સુધી પહોંચી ગયો છે. આજે રાજ્યમાં જે ૩૬૪ કેસ પોઝિટિવ નોંધાયા હતા, તેમાં સૌથી વધુ અમદાવાદમાં ર૯ર દર્દીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ સુરતમાં ર૩, વડોદરામાં ૧૮, મહેસાણામાં ૮, દેવભૂમિ દ્વારકામાં ૭, ભાવનગર અને જામનગરમાં ત્રણ-ત્રણ તથા પંચમહાલ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, અરવલ્લી, મહિસાગર, જૂનાગઢ અને અમરેલીમાં એક-એક કેસનો સમાવેશ થાય છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, અત્યાર સુધી કોરોનાથી બાકાત રહેલા અમરેલી જિલ્લામાં પણ એક કેસ નોંધાતા તમામ જિલ્લા લપેટાઈ ગયા છે. રાજ્યમાં આજ દિન સુધી ૯ર૬૮ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, તે પૈકી ૩૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે, કુલ ૩પ૬ર દર્દીઓ સાજા થયા બાદ રજા આપી દેવામાં આવી છે. પ૬૬ દર્દીઓ મોતને ભેટી ચૂકયા છે. આમ બાકીના પ૧૦૧ દર્દીઓ હાલ સ્થિર હાલતમાં વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં જે ૩૧૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તે પૈકી અમદાવાદમાં ર૩૮, વડોદરા ૪૪, ગાંધીનગર ૮, મહિસાગર ૭, સુરતમાં ૬, રાજકોટમાં પ, ભાવનગરમાં ૪, ખેડામાં ર તથા છોટાઉદેપુર અને પાટણમાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં નવા-નવા વિસ્તારોમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આજે અમદાવાદમાં ર૯ર દર્દીઓ નવા નોંધાયા હતા. આ સાથે શહેરના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૬૬પ૪ થઈ ગઈ છે. આ પૈકી ૪૦૮૭ કેસ એક્ટિવ છે.

રાજ્યમાં આજદિન સુધી નોંધાયેલા કોરોનાના કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જની યાદી

જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ એક્ટિવ કેસ
અમદાવાદ ૬૬૪૫ ૪૪૬ ૨૧૧૨ ૪૦૮૭
વડોદરા ૫૯૨ ૩૨ ૩૫૫ ૨૦૫
સુરત ૯૬૭ ૪૩ ૫૬૨ ૩૬૨
રાજકોટ ૬૬ ૦૨ ૫૧ ૧૩
ભાવનગર ૧૦૦ ૦૭ ૪૬ ૪૭
આણંદ ૮૦ ૦૭ ૭૦ ૦૩
ભરૂચ ૩૨ ૦૨ ર૫ ૦૫
ગાંધીનગર ૧૪૨ ૦૫ ૫૩ ૮૪
પાટણ ૩૧ ૦૨ ૨૨ ૦૭
પંચમહાલ ૬૬ ૦૪ ૩૩ ૨૯
બનાસકાંઠા ૮૨ ૦૩ ૩૬ ૪૩
નર્મદા ૧૩ ૦૦ ૧૨ ૦૧
છોટાઉદેપુર ૧૭ ૦૦ ૧૪ ૦૩
કચ્છ ૧૪ ૦૧ ૦૬ ૦૭
મહેસાણા ૬૭ ૦૨ ૩૭ ૨૮
બોટાદ ૫૬ ૦૧ ૨૨ ૩૩
પોરબંદર ૦૩ ૦૦ ૦૩ ૦૦
દાહોદ ૨૦ ૦૦ ૦૫ ૧૫
ગીર-સોમનાથ ૧૮ ૦૦ ૦૩ ૧૫
ખેડા ૩૩ ૦૧ ૧૦ ૨૨
જામનગર ૩૩ ૦૨ ૦૨ ૨૯
મોરબી ૦૨ ૦૦ ૦૧ ૦૧
સાબરકાંઠા ૨૭ ૦૨ ૦૭ ૧૮
અરવલ્લી ૭૬ ૦૨ ૨૨ ૫૨
મહીસાગર ૪૭ ૦૧ ૩૫ ૧૧
તાપી ૦૨ ૦૦ ૦૨ ૦૦
વલસાડ ૦૬ ૦૧ ૦૪ ૦૧
નવસારી ૦૮ ૦૦ ૦૭ ૦૧
ડાંગ ૦ર ૦૦ ૦૨ ૦૦
સુરેન્દ્રનગર ૦૩ ૦૦ ૦૧ ૦૨
દેવભૂમિ દ્વારકા ૧૨ ૦૦ ૦૦ ૧૨
જૂનાગઢ ૦૪ ૦૦ ૦૨ ૦૨
અમરેલી ૦૧ ૦૦ ૦૦ ૦૧
અન્ય રાજ્ય ૦૧ ૦૦ ૦૦ ૦૧
કુલ ૯૨૬૮ ૫૬૬ ૩૫૬૨ ૫૧૪૦