(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
સિવિલ હોસ્પિટલમાં ૨ શંકાસ્પદ દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા અને સેમ્પલો રિપોર્ટ માટે અમદાવાદ મોકલ્યા હતા. જો કે, બંને પૈકી એક મહિલાનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.
અત્યાર સુધીમાં સુરતના ૮ શંકાસ્પદ અને જિલ્લામાં ૨ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જો કે, તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાંદેરની મહિલા ચીનથી કોમ્બોડિયા થઇ સુરત આવી હતી. ત્યારબાદ શરદી-તાવના લક્ષણો જણાતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મહિધરપુરામાં રહેતા ૫૬ વર્ષના આધેડને સ્વાઇન ફલૂના લક્ષણો જણાતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એક વર્ષ પછી સુરત શહેરમાં સ્વાઇન ફલૂના બે વ્યકિતના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. વર્ષ ૨૦૧૮માં સ્વાઈન ફલૂની ઝપેટમાં આવેલા ૫૧૨ દર્દી પૈકી ૧૧ વ્યક્તિનાં મોત થયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૯માં સ્વાઇન ફલૂનો એક પણ કેસ નોંધાયો ન હતો. સુરતમાં તંત્ર કોરોનામાં વ્યસ્ત છે ત્યારે સ્વાઇન ફલૂ દેખાતા તંત્રની દોડધામ વધી ગઇ હોવાનું જાણવા મળે છે.
કોરોના હાહાકાર વચ્ચે સુરતમાં સ્વાઈનફ્લૂએ દેખા દેતાં લોકોમાં ભય : મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

Recent Comments