(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૬
યોગગુરૂ બાબા રામદેવ દ્વારા પતંજલિ આયુર્વેદની દિવ્ય કોરોનિલ ટેબલેટને લઈને વિવાદ વધતો જાય છે. આયુષ મંત્રાલયે સાફ કહ્યું છે કે, પતંજલિએ કોરોનિલને લઈને એવો દાવો ના કરવો જોઈએ કે આનાથી શત-પ્રતિશત કોરોનાના દર્દીઓની સારવાર થશે. આ પૂરા મામલા પર હવે પતંજલિની સાથે કોરોનિલના ક્લિનિકલ ટ્રાયલ કરનારા નિમ્સ વિશ્વ વિદ્યાલય (એનઆઈએમએસ)ના માલિક અને ચેરમેન ડૉ.બી.એસ.તોમરે પોતાની પ્રતિક્રિયા આપી છે. બી.એસ.તોમરે મીડિયાથી વાત કરતાં કહ્યું છે કે, અમે હોસ્પિટલોમાં કોઈ કોરોનાની દવાની ક્લિનિકલ ટ્રાયલ કરી નથી. એનઆઈએમએસ રાજસ્થાનના અધ્યક્ષ અને ચાન્સેલર ડૉ.બી.એસ.તોમરે મીડિયાને બતાવ્યું, દર્દીઓ પર પરીક્ષણ કરવા માટે અમારી પાસે તમામ જરૂરી મંજૂરી હતી. પરીક્ષણ માટે પૂર્વ મંજૂરી ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રીથી લેવામાં આવી હતી જેઆઈસીએમઆરની એક સંસ્થા છે. મારી પાસે મંજૂરીને બતાવવા માટે પુરાવા છે. ડૉ.બી.એસ.તોમરે કહ્યું, નિમ્સે જયપુરમાં ૧૦૦ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું. પરિણામ અનુસાર ૬૯ ટકા ૩ દિવસમાં સારા થઈ ગયા અને ૧૦૦ ટકા ૭ દિવસોમાં સારા થઈ ગયા. ડૉ.બી.એસ.તોમરે કહ્યું હું નથી જાણતો કે યોગગુરૂ રામદેવે કોરોનિલને કોરોના સારવારની દવા કેવી રીતે બતાવી. ડૉ.બી.એસ.તોમરે કહ્યું હવે સવાલ એ ઉઠે છે કે, કોરોનિલ ઈમ્યુનિટી બૂસ્ટર રૂપે પ્રચારિત કરવા જોઈએ કે કોરોનાની સારવાર કરનારી દવા રૂપે. જવાબ માત્ર પતંજલિથી પૂછવો જોઈએ. અમે ર જૂને રાજસ્થાન સરકારના સ્વાસ્થ્ય વિભાગને સૂચિત કરેલ હતા. અમને સરકારે સ્પષ્ટીકરણ માંગવા માટે એક પત્ર મોકલ્યો છે. અમે એનો જવાબ આપીશું. બી.એસ.તોમરે કહ્યું કે, અમે ઈમ્યુનિટી બૂસ્ટર રૂપે અશ્વગંધા, ગિલોચ અને તુલસી આપી હતી. હું નથી જાણતો કે યોગગુરૂ રામદેવે આને કોરોનાની ૧૦૦ ટકા સારવાર કરનારી કેવી રીતે બતાવી. ર૦ મે ર૦ર૦એ નિમ્સ યુનિ.એ સીટીઆરઆઈથી ઔષધિઓના ઈમ્યુનિટી ટેસ્ટીંગ માટે મંજૂરી લીધી હતી. જેના પછી ર૩ મે ર૦ર૦ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી જેના પછી ર૩ જૂને તો યોગગુરૂ બાબા રામદેવે દવાને લોન્ચ કરી દીધી. નિમ્સના ચેરમેને કહ્યું છે કે, અમારી ફાઈન્ડિંગ હજી બે દિવસ પહેલાં જ આવી હતી પરંતુ યોગગુરૂ બાબા રામદેવે દવાને કેવી રીતે બનાવી છે તે તેઓ જ બતાવી શકે છે. હું આના વિશે કંઈ જાણતો નથી. યોગગુરૂ બાબા રામદેવે ર૩ જૂન ર૦ર૦એ પતંજલિ આયુર્વેદ દ્વારા બનાવેલ કોરોના વાયરસની સારવાર માટે દિવ્ય કોરોનિલ ટેબલેટ લોન્ચ કરી હતી. જેને લઈને બાબા રામદેવે દાવો કર્યો કે કોરોનિલ અને શ્વસારીએ કોરોના ટ્રાયલમાં ૧૦૦ ટકા પરિણામ ખરું આવ્યું છે. બાબા રામદેવે એ પણ દાવો કર્યો હતો કે, પતંજલિ રિસર્ચ સેન્ટર અને જયપુરની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સે બધા પ્રોટોકોલનું પાલન કરતાં ક્લિનિકલ ટ્રાયલ કર્યું. ઉત્તરાખંડની આયુર્વેદ ડ્રગ્સ લાયસન્સ ઓથોરિટીએ દિવ્ય કોરોનિલ ટેબલેટ પર સવાલ ઉઠાવતા કહ્યું, બાબા રામદેવની કંપની પતંજલિને કોરોનાની દવા માટે નહીં બલ્કે ઈમ્યુનિટી બૂસ્ટર અને ખાંસી-શરદીની દવા માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું. રાજસ્થાન સરકારે ર૪ જૂને સૌથી પહેલાં પતંજલિ આયુર્વેદની દિવ્ય કોરોનિલ ટેબલેટ પર રાજ્યમાં રોક લગાવી. રપ જૂને કોરોનિલ ટેબલેટ પર મહારાષ્ટ્ર સરકારે પણ પ્રતિબંધ લગાવી દીધો છે. મહારાષ્ટ્ર સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, કોરોનિલની ક્લિનિકલ ટ્રાયલ વિશે અત્યારે કોઈ પૂરતી જાણકારી નથી. આવામાં મહારાષ્ટ્રમાં દવાના વેચાણ પર પ્રતિબંધ રહેશે.