જૂનાગઢ,તા.ર૩
વિસાવદર માર્કેટિંગ યાર્ડ ભાજપ સંચાલિત છે અને તેમાં ભાજપના જ બે જૂથો આમને સામને આવી ગયા છે. માર્કેટિંગ યાર્ડ વિસાવદરની મુદ્દત પુરી ન થવા છતાં જિલ્લા સહકાર સેલના આગેવાન વિનુભાઈ હપાણી દ્વારા ગેરકાયદેસર રીતે પોતાની મંડળી ઉભી કરી યાર્ડમાં ખોટા મતદારો ઉભા કરવા કોશિષ કરતા વર્તમાન બોડીએ તે અંગેનો ઈન્કાર કરેલ અને ત્યાર બાદ ચેરમેનની વરણી બાબતે મેન્ડેટ લઈને આવેલા આગેવાનોએ ભાજપના ઉભા બે ફાડિયા કરી પલાયન થઈ ગયા હતા.
માર્કેટિંગ યાર્ડમાં ચેરેમન ન થતા વિનુ હપાણીએ રાજીનામું આપેલ જે કાર્યવાહી જૂનાગઢ જિલ્લા પંચાયતને કરવાની હોય તે કાર્યવાહી જિલ્લા રજિસ્ટ્રરે કરતા અને મંડળી ઉભી કરી તેને મતદાર બનાવવા દબાણ કરતા આ વિસાવદર માર્કેટિંગ યાર્ડની બોડીની મુદ્દત પુરી થાય તે પહેલા અન્ય તાલુકામાં ચૂંટણી યોજવાની તારીખ સરકારમાંથી નક્કી થયેલ પરંતુ વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં જયાં સુધી નવા મતદારો ઉભા ન થાય ત્યાં સુધી નીતિ નિયમો અને કાયદાકીય જોગવાઈઓ નેવે મુકીને સરકાર ઉપર દબાણ લાવી ચૂંટણી પ્રક્રિયા ખોરંભે પાડેલ આ બાબતે યાર્ડમાં ઠરાવ કરી કોર્ટમાં ગયેલ અને કોર્ટનો નિર્ણય આવે તે પહેલા સબ જયુડિશ મેટર હોવા છતાં ભાજપના એક જૂથ દ્વારા માર્કૈટિંગ યાર્ડની મુદ્દત પુરી થાય તે પહેલા જૂનાગઢ જિલ્લા રજિસ્ટાર ઉપર દબાણ લાવી મીટિંગ બોલાવવાનો એજન્ડા નીકળ્યા બાદ એજન્ડા તમામને બજી ગયા બાદ બુધવારે ઈદની જાહેર રજા હોવા છતાં સરકારી અધિકારી તરીકે દબાણ લાવી માર્કેટિંગ યાર્ડનો ચાર્જ સંભાળી લેતા ભાજપના આગેવાનોએ સામ સામે બાથ ભીડતાં સહકારી ક્ષેત્રમાં ભાગદોડ મચી ગયેલ ત્યારે જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કોર્ટ મેટર હોવા છતાં અને મુદ્દત પુરી થઈ ન હોવા છતાં જાહેર રજાના દિવસોમાં પોતે ફરજ ઉપર હાજર હોય તે રીતે ચાર્જ સંભાળી લેતા હાઈકોર્ટમાં આ અંગે ફરીથી લડતના મંડાણ ચાલુ થયેલ છે. નારાજ જૂથ આ બાબતે કંઈ નવા જૂની કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને એક જૂથ ેગેલમાં આવી ગયેલ છે અને બીજા જૂથમાં સન્નાટો વ્યાપી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જૂનાગઢ આવેલ બરાબર ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે ભાજપના બે સહકારી જૂથોના આગેવાનોએ યાર્ડનું ચેરમેન પદ મેળવવા માટે સામ સામે બાથ ભીડતા રાજકીય ચર્ચા જાગી છે.