(એજન્સી) કોલકાતા, તા.ર
કોલકાતામાં ૧લી માર્ચે અમિત શાહની રેલી યોજાઈ હતી. આ રેલીમાં ‘ગોલી મારો’ સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા જેના પગલે રજી માર્ચના રોજ સવારે પોલીસે ૩ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. મળતા અહેવાલો મુજબ ભારતીય જનતા પક્ષે નિર્ણય કર્યો છે કે એ કોર્ટમાં આરોપીઓનો બચાવ કરશે અને એમને પૂરતી કાયદાકીય મદદ આપશે. દરમિયાનમાં ભાજપના એકમના અધ્યક્ષ દિલીપ ઘોષ અમુક પ્રકારના શબ્દો ઉચ્ચારવા બદલ પ્રસન્ન નથી પણ તેઓ આ સૂત્રોમાં કશું વાંધાજનક જોતા નથી. રેલીમાં આ પ્રકારના સૂત્રો ઉચ્ચારાયાની ઘટના વીડિયોમાં કેદ થયા પછી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કોલકાતા પોલીસે તપાસ કરી ૩ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.