(એજન્સી) કોલકાતા, તા. ૨૦
મંગળવારે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કલકત્તા મ્યુનિસિપલ બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશન્સના ચેરમેન ફિરહદ હકીમને જણાવ્યું હતું કે, તોફાનને કારણે નુકસાન પામેલી ઇમારતોમાંથી રહીશોને સલામત આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવે. મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે માઇકથી સંબોધી કાચા મકાનો તથા જર્જરિત થયેલી ઇમારતોમાંથી લોકોને સમજાવીને બહાર કાઢ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં પડી ગયેલા વૃક્ષો, ધરાશાયી થયેલા લાઇટના થાંભલાઓને ખસેડવા તથા ઇમારતોના કાટમાળમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે વિવિધ ટીમો ઉતારી હતી. બુધવારથી ગુરૂવાર સવાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તથા એન્જિનિયરોએ કલકત્તા તથા આસપાસના શહેરોમાં અમ્ફાનથી થનારા નુકસાન પહેલા અનેક પગલાં લીધા હતા. જે ઇમારતોમાં કામ ચાલુ હતું ત્યાં ટોચના માળ પર મજૂરોને કામ કરવાની પરવાનગી અપાઇ ન હતી. જ્યારે ઊંચી ઇમારતોમાં રખાયેલા ક્રેનને સલામત રીતે મુકી દેવાયા હતા.