(એજન્સી) તા.૮
કોલકાત્તા માટે ગૌૈરવની વાત છે કે વર્ષ ૨૦૨૦માં ફિઝીક્સમાં પ્રતિષ્ઠાવંત નોબેલ પારિતોષિકની અડધી રકમ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ યુકે ખાતેની મેથેમેટીકલ ઇન્સ્ટીટ્યૂટના એમીરટ્‌સ પ્રો.સર રોઝર પેનરોઝને આપવામાં આવ્યું છે. સર રોઝર પેનરોઝ સેન્ટ જ્હોન કોલેજ કેમ્બ્રિજ ખાતે ઓનરરી ફેલો પણ છે. તેમને બ્લેકહોલની શોધ અને રહસ્ય ખોલવા માટે આ પારિતોષિક આપવામાં આવ્યું છે. તેઓ આ પારિતોષિક જર્મની ગાર્ચિંગની મેક્સ પ્લેન્ક ઇન્સ્ટીટ્યૂટ ફોર એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ફિઝીક્સ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બ્રકલે યુએસએના રેઇનહાર્ડ ગેન્ઝેલ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જેલિસ યુએસએના એન્ડ્રીય ગેટ સાથે શેર કરે છે.
આ પારિતોષિકનો અડધો હિસ્સો પ્રો.રોઝર પેનરોઝને આપવામાં આવશે અને બાકીની અડધી રકમમાંથી અડધો અડધો હિસ્સો રેનહાર્ડ અને એન્ડ્રીયાને મળશે. કોલકાત્તા માટે આ વાત ગૌરવરૂપ એટલા માટે છે કે ૧૯૬૫માં પેનરોઝે એવું બતાવ્યું હતું કે સાપેક્ષતાની સામાન્ય થિયરી બ્લેક હોલનું નિર્માણ કરે છે પરંતુ તેમના સંશોધન માર્ગને સહાય યુનિવર્સિટી ઓફ કોલકાત્તા હેઠળ આસુતોષ કોલેજના ફિઝીક્સના યુવાન પ્રોફેસર દ્વારા તેમને ૧૯૫૫માં સહાય કરવામાં આવી હતી.
તેમનું નામ અમલકુમાર રાય ચૌધરી હતું કે જેમનું રીસર્ચ પેપર રાઇ ચૌધરી ઇક્વેશન તરીકે ઓળખાય છે જેમાં એક એવું મેથેમેટીકલ ફોર્મ્યુલેશન વિકસાવવામાં આવ્યું હતું જેના કારણે પેનરોઝને ખરેખર બ્લોક હોલનું નિર્માણ થઇ શકે છે તે પુરવાર કરવામાં મદદ મળી હતી. જેમણે પોતાની સાપેક્ષતાની જનરલ થિયરીમાં બ્લેક હોલની વાત કરી હતી એ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ખુદ ૪૦ વર્ષ સુધી તેના અંગે શંકા ધરાવતાં હતાં અને ૧૯૫૫માં તેમનું મૃત્યુ થયું હતું. આઇન્સ્ટાઇન ઇક્વેશનનો ઉપયોગ કરીને તેમજ રોટેશનની ભૌમિતીક વ્યાખ્યાનો ઉપયોગ કરીને ડો.રાય ચૌધરીએ ભૂસ્તરીય દબાણ અને રોટેશનની નવી વ્યાખ્યા કરી હતી. આમ કોલકાત્તાના ભૌતિકશાસ્ત્રી રાય ચૌધરીએ ૨૦૨૦ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા સર રોઝર પેનરોઝને પ્રેરણા આપી હતી.