(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૩૦
વડીયા તાલુકાના કોલડા ગામે રહેતા દલિત યુવાને પોતાના મિત્રને રૂપિયાની જરૂર પડતા મિત્રની જરૂરિયાત માટે તેમણે માલવણ ગામના શખ્સ પાસેથી ૨૦ હજાર વ્યાજે લઇ આપ્યા બાદ વારંવાર માલવણના વ્યાજખોર શખ્સ ઉઘરાણી કરતો હતો. જેગી લાગી આવતા દલિત યુવાને અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જઈ આપઘાત કરી લેતા મૃતકના ભાઈએ વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર વડિયા તાલુકાના કોલડા ગામે રહેતો અશ્વિનભાઈ રવજીભાઈ ચાવડા (ઉવ-૪૦)ના મિત્ર અશોકભાઈ દાફડા (રહે.લાખાપાદર)ને ૨૦ હજાર રૂપિયાની જરૂર પડતા વ્યવસ્થા કરી આપવા અશ્વિનભાઈને વાત કરી હતી. જેથી અશ્વિનભાઈએ તેના મિત્રને મદદ કરવા માલવણ ગામના સુરેશભાઈ દાદભાઈ જલુ (જાતે આહીર) પાસેથી ૨૦ હજાર રૂપિયા વ્યાજે અપાવી દીધા હતા અને તે પૈસાની વારંવાર ઉઘરાણી કરતા અશ્વિનભાઈને લાગી આવતા તેમણે અનાજમાં નાખવાના ૪ ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર દરમ્યાન તેનું મોત નીપેજયું હતું બનાવ અંગે મૃતકના ભાઈ દીપકભાઈ રાવજીભાઈ ચાવડા (ઉવ-૩૫)એ વ્યાજખોર શખ્સ સુરેશભાઈ સામે તેમના ભાઈને મરવા મજબુર કર્યાની વડિયા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.