(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓને નોકરીઓમાં મરાઠા અનામત પર પ્રતિબંધ મૂક્યો છે. સર્વોચ્ચ અદાલતની બેંચે કહ્યું કે હાલ તેને મંજૂરી આપી શકાતી નથી. આ કેસની સુનાવણી એક મોટી બેંચ કરશે, જેની રચના ચીફ જસ્ટિસ કરશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ હુકમ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશને અસર કરશે નહીં, જે પહેલાથી જ થઈ ચૂક્યા છે. આ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ એલ.એન. રાવની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે આ નિર્ણયથી જે લોકોએ અત્યાર સુધી અનામતનો લાભ લીધો છે તેમની સ્થિતિને અસર નહીં થાય. અદાલતના આ આદેશથી તેઓને રાહત મળી છે, જેમને છેલ્લા લગભગ બે વર્ષમાં આ ક્વોટાનો લાભ મળ્યો હતો. કોર્ટના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને હાલના શૈક્ષણિક સત્રમાં અનામતનો લાભ મળશે નહીં. બેંચે કહ્યું છે કે હાલમાં તેના પર પ્રતિબંધ છે અને તેની માન્યતા બંધારણીય બેંચ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણીય બેંચ એટલે ૫ કે તેથી વધુ ન્યાયાધીશોની બેંચ સુનાવણી કરશે. આ બાબતે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ. બોબડે નિર્ણય કરશે. તત્કાલીન ભાજપ સરકારના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અધિનિયમને ૨૦૧૮માં મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ ઓબીસી અનામતને મરાઠા સમુદાયને પછાત વર્ગોમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે સ્ટે આપ્યો ન હતો : જૂન ૨૦૧૯માં બોમ્બે હાઈકોર્ટે કાયદાની માન્યતાને સમર્થન આપ્યું હતું. જો કે, હાઈકોર્ટે કહ્યું હતું કે નોકરીમાં આ ક્વોટા ૧૨%થી વધુ ન હોવો જોઈએ. આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની તેની મર્યાદા ૧૩% નક્કી કરવી જોઈએ.
કોલેજમાં પ્રવેશ, નોકરીઓ માટે હાલ મરાઠા અનામત નહીં : સુપ્રીમ કોર્ટ

Recent Comments