(એજન્સી) તા.૪
સંપૂર્ણ વિશ્વ આ સમયે કોરોના વાયરસથી લડી રહ્યું છે. આ જીવલેણ રોગને હરાવવા માટે મોદી સરકાર અને રાજ્ય સરકારો ભરપૂર પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ લોકોને મદદની અપીલ કરી હતી, ત્યારબાદ તમામ ઉદ્યોગપતિ, ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરો આગળ આવ્યા છે. આ દરમ્યાન એક નામની ઘણી ચર્ચા થઈ રહી છે. આ વ્યક્તિએ રપ કરોડ રૂપિયા વડાપ્રધાન કેયર્સ ફંડમાં આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, સંકટના સમયમાં ઉદ્યોગપતિ યુસુફ અલીએ વડાપ્રધાન કેયર્સ ફંડમાં રપ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે ટિ્‌વટર પર આ વાતની માહિતી આપી હતી. તેમણે કોરોના સંકટથી બહાર આવવા માટે વડાપ્રધાન કેયર્સ ફંડમાં પોતાની તરફથી રપ કરોડ રૂપિયાની રકમ આપી છે. જેથી રાહત કાર્યોમાં ગતિ લાવી શકાય હવે આ વાતની ચર્ચા થઈ રહી છે કે, અંતે આ વ્યક્તિ કોણ છે. જાણ થાય કે, યુસુફ અલી મૂળ રીતે ભારતના કેરળના રહેવાસી છે પરંતુ તેમણે યુએઈની નાગરિકતા મેળવી લીધી છે તે લુલુ ગ્રુપ નામથી કંપની ચલાવે છે. તેમને સઉદી અરબના રિટેલ કિંગ કહેવામાં આવે છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા યુસુફ થોડાક દિવસ પહેલા જ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે જણાવ્યું હતું કે, તે હવે અબુધાબીની સાથે સાથે ભારતમાં પણ પોતાનો બિઝનેસ વધારશે તે માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી રહી છે. જેવી જ યુસુફ અલીએ વડાપ્રધાન કેયર્સ ફંડમાં દાન આપવાની વાત ટિ્‌વટર પર જણાવી તો કેટલાક લોકોએ તેમને કેરળ મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ દાન આપવા માટે જણાવ્યું. જાણ થાય કે, ભારતમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ કેસ કેરળમાં જ જોવા મળ્યા છે. સરકાર આ જીવલેણ રોગને સમાપ્ત કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. યુસુફ ઉપરાંત કેટલાક ઉદ્યોગપતિઓએ વડાપ્રધાન કેયર્સ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનું યોગદાન આપ્યું છે.