(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપ શાસિત સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯થી થયેલા મોતના ઉંચા આંકડાઓ ચેપને નિયંત્રિત કરવાના ગુજરાત મોડલનો પર્દાફાશ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુદર મામલે ગુજરાત સૌથી આગળ છે. ગુજરાતમાં આ દર ૬.રપ ટકા, મહારાષ્ટ્રમાં ૩.૭૩ ટકા, રાજસ્થાનમાં ર.૩ર ટકા, પંજાબમાં ર.૧૭ ટકા, પુડ્ડુચેરીમાં ૧.૯૮ ટકા, ઝારખંડમાં ૦.પ ટકા, છત્તીસગઢમાં ૦.૩પ ટકા છે. રાહુલે જણાવ્યું હતું કે, કોરોનાથી મોત મામલે દેશમાં ગુજરાત સૌથી મોખરે છે. ગુજરાતમાં આ દર લગભગ બમણો છે. ઉપરાંત દેશમાં કોરોનાના કેસો મામલે ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતમાં કોરોના વાયરસથી ૧૬મી જૂન સવાર સુધી કુલ ૧પ૦પ મોત થયા હતા. જ્યારે કુલ કેસોની સંખ્યા ર૪૦પપ છે. ગુજરાતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અમદાવાદમાં છે અને ચેપ પ્રસરવાનું પણ જારી છે. સરેરાશ કેસોની સંખ્યા પણ રોજના ૪૮૮ જેટલી છે.

રાજ્ય પ્રમાણે કોવિડ-૧૯નો મૃત્યુદર : કોંગ્રેસ

ગુજરાત : ૬.રપ ટકા
મહારાષ્ટ્ર : ૩.૭૩ ટકા
રાજસ્થાન : ર.૩ર ટકા
પંજાબ : ર.૧૭ ટકા
પુડ્ડુચેરી : ૧.૯૮ ટકા
ઝારખંડ : ૦.પ ટકા
છત્તીસગઢ : ૦.૩પ ટકા