(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૯
શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેમાં કોવિડ-૧૯ના ગંભીર દર્દીઓ માટે જીવન બચાવવાની દવા ગણાતા ટોસિલિઝુમાબ-૪ ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક રાખવા સરકારને તેના નિર્દેશો આપવાની માંગ કરવામાં આવી હતી.
એડવોકેટ રૂશંગ મહેતાએ હાઈકોર્ટને વિનંતી કરી કે તેઓ કોવિડ -૧૯ પર સુઓ મોટુ પીઆઈએલની કાર્યવાહીમાં જોડાવા દે. તેમણે દાવો કર્યો હતો કે ત્યાં કાં તો ટૂસિલીઝુમાબ-૪ ઇન્જેક્શનની સપ્લાય પૂરતો નથી અથવા અછત છે. આરોગ્ય વિભાગે તાજેતરમાં જાહેર કર્યું હતું કે, કોવિડ-૧૯ દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે આ ઇન્જેક્શનો મેળવશે.
રાજ્યના વિવિધ વેરહાઉસોમાં ઈન્જેક્શનનો પૂરતો સ્ટોક છે તેવું જાહેર કરવા વકીલે સરકાર માટે હાઈકોર્ટના નિર્દેશો માંગ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને તેનો પુરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પદ્ધતિ હોવી જોઈએ.
અરજદારે ટોસીલિઝુમાબ ઇંજેકશંસના ઉત્પાદકો અને વેચાણકર્તાઓ માટે યોગ્ય માર્ગદર્શિકા માટે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સુનિશ્ચિત કરે કે આ મુશ્કેલીની ઘડીમાં આ પ્રોડકટ માટે ઉત્પાદકો અને વેચાણકર્તાઓ વાજબી ભાવ લે તેવા દિશા નિર્દેશો પણ માંગ્યા છે.