(એજન્સી) કોલકાતા,તા.૧૬
કોવિડ-૧૯ની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી ભાગ લેશે નહીં મોદી મંગળવારે અને બુધવાર અનુક્રમે ૧૬ જુન તથા ૧૭ જૂનના રોજ મુખ્યમંત્રીઓની બેઠક યોજશે જેમાં કોરોના વાયરસના મુકાબલા માટે સુચનો અંગે ચર્ચા થશે. આ બેઠક બાદ મોદી કોરોનાની સ્થિતિ અંગે ભવિષ્યની રણનીતિ ઘડશે. બે દિવસ ચાલનારી આ બેઠકમાં ૩૬ રાજયોના મુખ્યમંત્રીઓ સામેલ થશે. પણ તેમાંથી માત્ર ૧૩ લોકોને જ બોલવાની મંજૂરી આપવામાં આવી છે આ જ કારણે મમતા બેનરજી આ બેઠકમાં ભાગ લેશે નહીં તેમ માનવામાં આવે છે. દેશમાં કોરોનાના કેસો વધતા બે દિવસથી આ વર્ચ્યુઅલ બેઠક યોજાશે. મુખ્ય મંત્રીઓ સાથે મંત્રણાનો આ છઠ્ઠો તબક્કો છે. છેલ્લે મોદીએ ૧૧ મેના રોજ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓને સંબોધિત કરશે. ઉપરાંત આ બેઠકમાં રાજયપાલો તથા ર૧ રાજયો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. જેમાં પંજાબ, કેરળ, ગોવા, ઉત્તરાખંડ, ઝારખંડ, ઉત્તર-પુર્વના રાજયો તથા કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશો ભાગ લેશે.