૧પ દિવસમાં દિલીપકુમારના બે નાના ભાઈના નિધનથી પરિવારમાં
શોક : આ અગાઉ કોરોનાથી અસલમખાનનું મોત થયું હતું

(એજન્સી) મુંબઈ, તા.૩
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાનાભાઈનું નિધન થઈ ગયું છે. દિલીપ કુમારના નાના ભાઈ એહસાનખાનનું બુધવારે રાત્રે ૧૧ વાગ્યે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. આ જાણકારી હોસ્પિટલ તરફથી આપવામાં આવી છે. એહસાનખાનનું નિધન કોરોના વાયરસના સંક્રમણના કારણે થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૧ ઓગસ્ટના રોજ દિલિપ કુમારના બીજા એક ભાઇ અસલમ ખાનનું પણ કોરોનાની સારવાર દરમિયાન મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું.
આમ ૧૫ દિવસમાં સમય ગાળામાં દિલિપ કુમારના બે ભાઇઓના મૃત્યું થતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. એહસાન ખાન અને અસલમ ખાનને ગત ૧૫ ઓગસ્ટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. આ પહેલા ૮૮ વર્ષના અસલમખાનનું નિધન પણ મુંબઈની હોસ્પિટલમાં કોરોના વાયરસના કારણે થયું હતું. દિલીપ કુમારના બંને ભાઈ એહસાનખાન અને અસલમ ખાનને ૧૫ ઓગસ્ટે કોરોના સંક્રમણના પગલે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલીપ કુમારના પારિવારિક મિત્ર ફૈસલ ફારૂકીએ એહસાન ખાનનું મોત થયું હોવાના સમાચારોને સમર્થન આપતું ટિ્‌વટ કર્યું હતું.