કોરોનાથી ૨ લાખ લોકોનાં મોતનું અનુમાન
(એજન્સી) વૉશિંગ્ટન, તા.૧૪
માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સએ ચેતવણી આપી કે કોરોના વાયરસ મહામારીના સમયમાં આવતા ચારથી છ મહિના ખૂબ જ ખરાબ રહી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ-૧૯ રસીને વિકસિત કરવા અને તેનો પુરવઠો પૂરો પાડવાના પ્રયાસમાં ભાગ લઇ રહી છે.
બિલ એન્ડ મિલિન્દા ગેટસ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ ગેટ્સએ કહ્યું કે, મહામારી દરમ્યાન આવતા ચારથી છ મહિના ખૂબ જ ખરાબ હોઇ શકે છે. ૈંૐસ્ઈનું અનુમાન બતાવે છે કે બે લાખથી વધુ લોકોના મોત થશે. જો આપણે માસ્ક પહેરીશું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું પાલન કરીશું તો આ સંભવિત મોતમાંથી મોટાભાગના લોકોને રોકી શકાય છે. ગેટ્સ એ કહ્યું કે તાજેતરના સપ્તાહમાં અમેરિકામાં સંક્રમણ, મોત અને હોસ્પિટલમાં દાખલ થવાના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. મને લાગે છે કે અમેરિકા આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સારૂં કામ કરશે. આપને જણાવી દઇએ કે ગેટ્સએ ૨૦૧૫માં આવી મહામારીની ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું હતું કે કુલ મળીને જ્યારે મેં ૨૦૧૫માં ભવિષ્યવાણી કરી હતી ત્યારે મેં મૃતકોની સંખ્યા વધુ રહેવાની આશંકા પર વાત કરી હતી. આ દૃષ્ટિથી આ વાયરસ જેટલો ઘાતક અત્યારે છે તેનાથી પણ વધુ જીવલેણ થઇ શકે છે. હજુ આપણે બહુ ખરાબ સમય જોયો નથી. જે વાતે મને આશ્ચર્યચકિત કર્યા તે અમેરિકા અને દુનિયાભરમાં પડેલો આર્થિક પ્રભાવ હતો, જે તેનાથી પણ મોટો હતો જેનું અનુમાન મેં પાંચ વર્ષ પહેલાં લગાવ્યું હતું.
Recent Comments