હિંમતનગર, તા.૯
કોમી રમખાણ પીડિતો, મૃતકો અને શારીરિક-માનસિક અસર પામેલાઓની લોન માફીની મોકલવામાં આવેલ દરખાસ્તો અંતર્ગત લોન માફ કરી હોય તો સ્પષ્ટતા કરવા અથવા ન કરી હોય તો લોન માફ કરવા તેમજ વર્તમાન કોવિડ-૧૯ મહામારીમાં મૃત્યુ પામેલાઓનો સર્વે કરી લોન માફી અને કોવિડ મહામારીમાં આર્થિક રીતે પડી ભાંગેલ, તૌકતે વાવાઝોડામાં નુકસાન ભોગવનાર લોકોને વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ આપવા મીરખાન મકરાણી દ્વારા ગુજરાત અલ્પસંખ્યક નાણા નિગમના એમ.ડી.ને રજૂઆત કરવામાં આવી છે.
નેશનલ માઈનોરિટી ડેવલપમેન્ટ એન્ડ ફાયનાન્સ કોર્પોરેશન દ્વારા કુદરતી આફતને કારણે લાભાર્થીઓ પાસેથી લોનની વસૂલાત ન થવાના કિસ્સામાં એસસીએને લીધે થતી લોન રકમના રાઈટ ઓફ સંબંધિત યોજના અંતર્ગત ૧૭/૧૧/ર૦૦૬ના રોજ એનએમડીએફસીના એમ.ડી. દ્વારા પત્ર મોકલવામાં આવેલ જેમાં લોન, લેણું માફી લાભાર્થીનું મૃત્યુ, અપંગતા અને આફતોના કિસ્સામાં યોજના મંજૂર કરવામાં આવે છે. રાજ્યમાં એનએમડીએફસી યોજનાઓને લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમને નિમિત્ત બનાવવામાં આવ્યું છે. એનલાઈજિંગ એજન્સી દ્વારા નિયત સમયગાળામાં ચુકવણું ન કરાતા (ધરતીકંપ, કોમી રમખાણ, રમખાણોના અસરગ્રસ્તો, લાભાર્થીઓ, મૃતક કેસમાં વગેરે વિતરણ કરવા) ર૩.૧૦ કરોડ મુદ્દત પછી બાકી રહી ગયા. જેનું સમાધાન એનએમડીએફસીની વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ અંતર્ગત વર્ષ ર૦૧પ-૧૬માં કરવામાં આવ્યું જેના અંતર્ગત એનલાઈજિંગ એજન્સી દ્વારા ૧૬.૧૦ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું તેમજ એનએમડીએફસી ૭.૧૦ કરોડનું દંડનાત્મક વ્યાજ માફ કર્યું જ્યારે ૧ર૯પ રમખાણ પીડિતોની યાદી મળેલ પરંતુ તેમની લોન માફ થઈ છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Recent Comments