(એજન્સી) તા.૧૯
કોવિડ-૧૯ના દર્દીઓ માટે જ્યારે આરોગ્યની સુવિધાઓ ખુટી પડે ત્યારે રાજ્ય સરકારોને ઉપયોગમાં આવે તે હેતુથી રેલ્વેએ તેના ૫૨૩૧ નોન-એસી કોચને આઇસોલેશન કોચમાં ફેરવી નાંખ્યા હતા. કોવિડ-૧૯ના શંકમંદ અથવા તો કન્ફર્મ્ડ દર્દીઓની યોગ્ય સારવાર માટે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ જ આ કોચને કોવિડ કેર સેન્ટરના લેવલ સુધી તબદીલ કરી દેવાયા છે. આરોગ્ય મંત્રાલય અને નીતિ આયોગ દ્વારા કોવિડના દર્દીઓની સારવાર માટે જે યોજના તૈયાર કરાઇ છે તે મુજબ જ આ કોચમાં આરોગ્ય સેવાઓની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, અને સામાન્ય રીતે જ્યારે રાજ્યોની આરોગ્ય સુવિધાઓ ઓછી પડશે ત્યારે જ આ કોચનો ઉપયોગ કરવામાં આવશે એમ રેલ્વે મંત્રાલયે કહ્યુ હતું. એસી કોચ સહેજપણ યોગ્ય નથી કેમ કે એરકંડિશનના ડક્ટમાંથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનું મોટું જોખમ રહેલું છે એમ રેલ્વે મંત્રલયે બહાર પાડેલી એક અખબારી યાદીમાં કહ્યું હતું. નોન એસી કોચમાં કોવિડના દર્દીઓની સારવારમાં રોકાયેલા ડોક્ટરો અને નર્સો જ્યારે પીપીઇ કીટ પહેરશે ત્યારે સતત વધી રહેલી ગરમી અને ડબાના તાપમાનના કારણે તેઓને ભારે તકલીફ થશે એવું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ નિવેદન કર્યું ત્યારબાદ રેલ્વે મંત્રાલયે નોન એસી કોચ શા માટે ઉપયોગમાં લેવાયા તેનો તર્ક આપ્યો હતો. રેલ્વે દ્વારા પૂરા પાડવામાં આવેલા કોચનું આ સપ્તાહના આરંભે નિરિક્ષણ કર્યા બાદ સિસોદિયાએ કહ્યું હતું કે નોન એસી કોચમાં તો દર્દીને પણ ઘણી મુશ્કેલી પડશે. તેમણએ કહ્યું હતું કે દિલ્હી સરકારને ૮૦૦ પછારીઓની સુવિધા ધરાવતા ૫૦ કોચ ફાળવવામાં આવ્યા છે. આ કોચને હાલ સાકુર બસ્તી અને આનંદ વિહાર રેલ્વે સ્ટેશને મૂકવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. રેલ્વે મત્રાલયે કહ્યું હતું કે આરોગ્ય મંત્રાલય તરફથી નક્કી કરવામાં આવ્યું હતું કે તમામ કોચમાં હવા ઉજાશ માટે પૂરતા બારી-બારણા હોવા જોઇએ અને જો એરકંડિશન કોચ હશે તો તે એસીમાં ડક્ટ ન હોવા જોઇએ, જેથી હાલના એસી કોચમાં ફીટ કરાયેલા એરકંડિશન મશીનોમાં ડક્ટ છે