(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
અમદાવાદ ગુજરાતનું વુહાન બની ગયું હોય તેમ રાજ્યમાં નોંધાયેલા કુલ કેસો પૈકી ૭પ ટકા જેટલા કેસો માત્ર અમદાવાદમાં જ નોંધાઈ રહ્યા છે. આજે પણ રાજ્યમાં નોંધાયેલા ૩૯પ કેસ પૈકી ર૬ર કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવના ૩૯પ કેસ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક ૧ર હજારને પાર થઈ ૧ર૧૪૧ થઈ ગયો છે. જ્યારે ર૪ કલાકમાં રપ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૭૧૯ થઈ ગયો છે. છેલ્લા ર૪ કલાકમાં જિલ્લા મુજબ કોરોના પોઝિટિવના કેસોની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં ર૬ર, સુરતમાં ર૯, કચ્છમાં ર૧, વડોદરામાં ૧૮, ગાંધીનગરમાં ૧૦, જામનગર અને સાબરકાંઠામાં ૭-૭, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં પ.પ, ખેડા, પાટણ અને ભરૂચમાં ૪-૪, બનાસકાંઠા, મહિસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ૩-૩ ભાવનગર અને રાજકોટમાં બબ્બે તથા અરવલ્લી, છોટાઉદેપુર અને તાપીમાં ૧-૧ કેસ મળી કુલ ર૧ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. આજે રાજ્યમાં નોંધાયેલા કુલ રપ મોત પૈકી અમદાવાદમાં ર૧, સુરતમાં બે, અરવલ્લી અને ગાંધીનગરમાં એક-એક મોતનો સમાવેશ થાય છે. કુલ રપ મોત પૈકી ૯ મોત પ્રાથમિક રીતે કોવિડ-૧૯ના કારણે થયા હતા જ્યારે બાકીના ૧૬ મૃતકો અન્ય બીમારીથી પણ પીડાતા હતા. આજના રપ મોત સાથે રાજ્યમાં આજદિન સુધી કોરોનાથી થયેલા મોતનો આંક ૭૧૯ સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા ૧ર૧૪૧ પોઝિટિવ દર્દીઓ પૈકી ૬૩૩૦ દર્દીઓ સ્ટેબલ હાલતમાં છે જ્યારે ૪૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજરોજ રાજ્યમાં ર૩૯ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવા સાથે સાજા થયેલા કુલ દર્દીઓનો આંક પ૦૪૩ થયો છે. આજે ડિસ્ચાર્જ થયા તે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૧૮ર લોકોનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરામાં ૧૬, સુરતમાં ૧૪, મહેસાણામાં પ, બનાસકાંઠા, ગાંધીનગર, જામનગરમાં ૪-૪, અરવલ્લી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં બબ્બે તથા જૂનાગઢ, ખેડા, મોરબી, પંચમહાલમાં એક-એક દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્ય સરકારના દાવા મુજબ અત્યાર સુધી ૧,પ૪,૬૭૪ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તે પૈકી ૧ર૧૪૧ લોકોના કોરોનાના લક્ષણો જણાતા વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બાકીના ૧,૪ર,પ૩૩ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસો

જિલ્લો કેસ
અમદાવાદ ૨૬૨
સુરત ૨૯
વડોદરા ૧૮
ગાંધીનગર ૧૦
જામનગર ૦૭
સાબરકાંઠા ૦૭
કચ્છ ૨૧
મહેસાણા ૦૫
સુરેન્દ્રનગર ૦૫
ખેડા ૦૪
પાટણ ૦૪
ભરૂચ ૦૪
બનાસકાંઠા ૦૩
મહિસાગર ૦૩
ગીર-સોમનાથ ૦૩
જૂનાગઢ ૦૩
ભાવનગર ૦૨
રાજકોટ ૦૨
અરવલ્લી ૦૧
છોટાઉદેપુર ૦૧
તાપી ૦૧
કુલ ૩૯૫

રાજ્યના વિવિધ જિલ્લામાં આજદિન સુધીના કેસ, મૃત્યુ, ડિસ્ચાર્જ અને એક્ટિવ કેસની વિગત

જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ એક્ટિવ કેસ
અમદાવાદ ૮૯૪૫ ૫૭૬ ૩૦૨૩ ૫૩૪૬
સુરત ૧૧૫૬ ૫૫ ૭૫૮ ૩૪૩
વડોદરા ૭૦૦ ૩૨ ૪૫૧ ૨૧૭
ગાંધીનગર ૧૯૦ ૦૭ ૭૨ ૧૧૧
ભાવનગર ૧૧૪ ૦૮ ૭૫ ૩૧
બનાસકાંઠા ૮૬ ૦૪ ૭૭ ૦૫
આણંદ ૮૩ ૦૮ ૭૪ ૦૧
રાજકોટ ૮૨ ૦૨ ૫૨ ૨૮
અરવલ્લી ૮૨ ૦૩ ૭૫ ૦૪
મહેસાણા ૮૦ ૦૩ ૫૧ ૨૬
પંચમહાલ ૭૧ ૦૬ ૫૪ ૧૧
બોટાદ ૫૬ ૦૧ ૫૧ ૦૪
મહિસાગર ૫૩ ૦૧ ૩૮ ૧૪
ખેડા ૫૧ ૦૧ ૨૫ ૨૫
પાટણ ૫૩ ૦૩ ૨૫ ૨૫
જામનગર ૪૨ ૦૨ ૨૨ ૧૮
ભરૂચ ૩૬ ૦૩ ૨૫ ૦૮
સાબરકાંઠા ૪૬ ૦૨ ૧૫ ૨૯
ગીર-સોમનાથ ૨૮ ૦૦ ૦૩ ૨૫
દાહોદ ૨૮ ૦૦ ૧૬ ૧૨
છોટા-ઉદેપુર ૨૨ ૦૦ ૧૪ ૦૮
કચ્છ ૫૨ ૦૧ ૦૬ ૪૫
નર્મદા ૧૩ ૦૦ ૧૨ ૦૧
દેવભૂમિદ્વારકા ૧૨ ૦૦ ૦૨ ૧૦
વલસાડ ૧૫ ૦૧ ૦૪ ૧૦
નવસારી ૦૮ ૦૦ ૦૮ ૦૦
જૂનાગઢ ૧૨ ૦૦ ૦૩ ૦૯
પોરબંદર ૦૫ ૦૦ ૦૩ ૦૨
સુરેન્દ્રનગર ૧૦ ૦૦ ૦૩ ૦૭
મોરબી ૦૨ ૦૦ ૦૨ ૦૦
તાપી ૦૩ ૦૦ ૦૨ ૦૧
ડાંગ ૦૨ ૦૦ ૦૨ ૦૦
અમરેલી ૦૨ ૦૦ ૦૦ ૦૨
અન્ય રાજ્ય ૦૧ ૦૦ ૦૦ ૦૧
કુલ ૧૨૧૪૧ ૭૧૯ ૫૦૪૩ ૬૩૭૯