(એજન્સી) બેંગલુરૂ, તા.૨
બુધવારે કર્ણાટકના ગૃહ મંત્રી બસાવરાજ બોમ્મઈએ કહ્યું કે, કર્ણાટકમાં નાઈટ કરફ્યુ ખૂબ જ કડક રીતે લાગુ કરાશે, ઓફિસે જનારા લોકો એકવાત સમજી લે કે તેઓ આઠ વાગ્યા પહેલા ઘરે પહોંચી જાય. “આગળ નાઈટ કરફ્યુ વધારે સખ્ત બનશે. આઠ વાગ્યા બાદ બહાર નિકળનારા લોકો વિરુદ્ધ સખ્ત પગલાં લેવામાં આવશે.” બોમ્મઈએ બેંગલુરૂ પોલીસ કમિશનર ભાસ્કર રાવ, બીબીએમપી કમિશનર બીએચ અનિલ કુમાર, ક્વોરન્ટાઇન ઇન્ચાર્જ પી મનિવનન અન્ય લોકો સાથેની બેઠકમાં જણાવ્યું હતું.“રાત્રે ૮ વાગ્યા પહેલા લોકોની અવર-જવર કરવામાં કોઈ સમસ્યા રહેશે નહીં. પરંતુ લોકોએ રાત્રે આઠ વાગ્યે સમયસર ઘરે પહોંચવું જોઈએ. દરેકને કામના સમયની દ્રષ્ટિએ આને સમાયોજિત કરવું જોઈએ,”બોમ્મઇએ ઉમેર્યું હતું કે, દરરોજ રાત્રે ૬૦૦ થી વધુ ઓટો રિક્ષાઓ જાગૃત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.