(એજન્સી) તા.૭
હવે જ્યારે ભારતમાં કોવિડ-૧૯ના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે આ ઘાતક વાયરસ સામેની લડતમાં રોગપ્રતિરોધકતા કઇ રીતે વધારવી અને મનમાંથી ડર દૂર કરી નાખવો એવા શ્રેણીબદ્ધ પગલાંઓ એક નવા પુસ્તકમાં સૂચવવામાં આવ્યાં છે.
લેખક શિવનંદન પોતાના પુસ્તક ‘આપના પરિવાર અને સ્વયંને વાયરસથી બચાઓ’માં જણાવ્યું છે કે લોકોએ કોવિડ-૧૯ સામે લડત આપવા માટે સુસજ્જ થવું જ રહ્યું. આ માટે યોગ્ય વ્યાયામ અને યોગ્ય ભોજન દ્વારા આ વાયરસ સામે લડી શકીશું. આ પુસ્તકમાં પાંચ વર્ષના બાળકથી લઇને વયોવૃદ્ધ લોેકોમાં વ્યાયામનું સૂચન કરવામાં આવ્યું છે. લેખક એવો દાવો કરે છે કે તેના કારણે ફેફસા, લીવર, આંતરડા, રક્તવાહિનીઓ, પાંચનતંત્ર, શ્વસનતંત્ર જેવા શરીરના આંતરિક અવયવોને મજબૂત કરશે અને લોહી શુદ્ધિકરણમાં પણ મદદરુપ થશે. આ રહસ્યમય રોગ ફેફસા ઉપરાંત હૃદય, કિડની અને મગજ પર પણ હુમલો કરી શકે છે. આ ઉપરાંત કોવિડ-૧૯એ અન્ય કેટલાક અદ્રશ્યમાન શત્રુઓ ઊભા કર્યા છે જેનું કારણ મહિનાઓથી લોકો ઇનડોર છે અને તેઓ તણાવ અને ભયથી પીડાય છે. આ પુસ્તકમાં મનમાંથી ડર અને તણાવ દૂર કરવા માટે મેડિટેશનની સરળ પદ્ધતિઓ પણ બતાવવામાં આવી છે. આ પુસ્તકમાં જણાવાયું છે કે કોઇ પણ સંક્રમણ તે પછી વાયરસ હોય કે બેક્ટેરીયલ પરંતુ તેનાથી ડરવાની જરુર નથી આપણે વાયરસને આપણી જીંદગીનો નાશ કરવા દઇ શકીએ નહીં તેના બદલે તેનો મુકાબલો કરવા તૈયાર થઇ જાવ અને સામાન્ય સુખી જીંદગી જીવવાની શરુઆત કરી દો. મનમાં કોઇ પણ સંક્રમણનો ડર રાખો નહીં. આ પુસ્તકમાં સ્ટેમીના વધે અને સ્નાયુઓ મજબૂત થાય તેવા પગલાઓ પણ સૂચવવામાં આવ્યાં છે જે દર્દીઓમાં રોગપ્રતિરોધક શક્તિ વધારશે.