વોકહાર્ટ ફાઉન્ડેશનના સીઇઓ ડો.હુજૈફા ખોરાકીવાલાનું માનવું છે કે હેલ્થ કેર માળખાગત સુવિધાઓ વધારવા અને ડોક્ટર/દર્દીઓનો રેશિયો સુધારવા ઉપરાંત જાહેર અને ખાનગી ક્ષેત્રએ માત્ર સારી ગુણવત્તાયુક્ત નહીં, પરંતુ પરવડે એવી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થ કેર સિસ્ટમ પૂરી પાડવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય

(એજન્સી)                 તા.૯

વોકહાર્ટ ફાઉન્ડેશનના સીઇઓ અને ટ્રસ્ટી ડો.હુઝૈફા ખોરાકીવાલાએ જણાવ્યું ચે કોવિડ-૧૯ મહામારી સમગ્ર આરોગ્યતંત્ર માટે ચેતવણીની ઘંટડી સમાન છે. હેલ્થકેર માળખાગત સુવિધાઓ વધારવા અને ડોક્ટર-દર્દીઓનો રેશિયો સુધારવા ઉપરાંત જાહેર અને ખાનગી ક્ષેત્રએ માત્ર સારી ગુણવત્તાયુક્ત નહીં પરંતુ પરવડે એવી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થ કેર સિસ્ટમ પૂરી પાડવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે. કોરોના મહામારી અને તેના ફલસ્વરૂપે સામાજિક અંતરના ધોરણોએ આરોગ્ય તંત્રમાં ડિજીટલ-ટેકનોલોજીકલ પ્રગતિના મહત્ત્વને પ્રધાન્ય આપવા પર ભાર મૂંક્યો છે.આથી હેલ્થ કેર સેક્ટરમાં પ્રવેશવા માગતાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા જોઇએ. ડો.ખોરાકીવાલાએ આઇએનએસએફ લાઇફને એક ઇમેઇલમાં જણાવ્યું છે કે કદાચ તાત્કાલિક ધોરણે બદલાવ નહીં આવે પરંતુ સતત આ પ્રકારનો અભિગમ અખત્યાર કરવાથી હેલ્થ કેર સેક્ટરમાં હાલ જે અંતર પ્રવર્તે છે તેને પૂરવાનું દુરોગામી લક્ષ્ય હાંસલ કરવામાં ચોક્કસપણે મદદરૂપ થશે. તેમના ફ્લેગશીપ કાર્યક્રમ-મોબાઇલ ૧૦૦૦ના ભાગરૂપે મોબાઇલ મેડિકલ વાન ગ્રામીણ ભારતમાં લોકોને પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડે છે. જે દર્દીઓ આ વાનમાં આવે છે અને તેમનામાં કોવિડ-૧૯ના લક્ષણો દેખાય છે તો આવા દર્દીઓને નજીકના પરીક્ષણ ક્લિનિક પર મોકલી આપવામાં આવે છે.