મોડાસા, તા.૮
મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના ખૌફના પગલે ખાનગી હોસ્પિટલમાં તબીબો સારવાર કરતા પણ ખચકાટ અનુભવી રહ્યા છે ત્યારે મોડાસા શહેરમાં રહેતા ઇમરાન સોદા નામના યુવકને બ્લડપ્રેશર સાથે શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો યુવકને ત્રણ હોસ્પિટલમાં સારવાર માટે ફર્યા પછી મોડાસા કોવિડ-૧૯ હોસ્પિટલમાં લઈ જતા પ્રાથમિક સારવાર આપી યુવકને ઓક્સિજન ઓછો પડતો હોવાથી હિંમતનગર કોવિડ-૧૯ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવા જતા લીંભોઇ નજીક એમ્બ્યુલન્સ ટ્રેક્ટર પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માતમાં બીમાર યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ૫ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી કોરોનાના ખોફના પગલે ત્રણ હોસ્પિટલમાં સારવાર ન મળતા કોવિડ હોસ્પિટલમાં ખસેડવા જતા અકસ્માતમાં મોત નિપજતા ભારે ચકચાર મચી હતી મોડાસા શહેરના એફ.યુ.મલેક હાઈસ્કૂલ નજીક રહેતા મોં.ઇમરાન ભાઈ અસ્લમભાઇ સોદા નામના યુવકને રવિવારે રાત્રે અચાનક બ્લડપ્રેશર વધી જતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા યુવકની પત્ની અને પરિવારજનો યુવકને ઘાંચી આરોગ્ય હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટર હાજર ન હોવાનું જણાવતા પરિવારજનો અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જતા તબીબે યુવકને સાર્વજનિક હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતા પરિવારજનો સાર્વજનિક હોસ્પિટલમાં લઈ પહોંચતા તબીબે જતા યુવકને કોવીડ-૧૯ હોસ્પિટલમાં મોકલી આપતા કોવીડ-૧૯ હોસ્પિટલમાં યુવકને પ્રાથમિક સારવાર આપી ફરજ પરના તબીબોએ યુવકને ઓક્સીજન ઓછો પડતો હોવાથી એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર કોવિડ-૧૯ હોસ્પિટલમાં લઇ જતા લીંભોઇ નજીક એમ્બ્યુલન્સ આગળ જતા ટ્રેક્ટર પાછળ ઘૂસી જતા એમ્બ્યુલન્સનો કડૂચલો વળી જતા ઇમરાન સોદાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે તેની પત્ની સહિત ૫ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.
મોં.ઇમરાન સોદા બ્લડપ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ રિક્ષામાં પત્ની અને પરિવારજનો સારવાર માટે ત્રણ-ત્રણ હોસ્પિટલમાં ભટક્યા હતા હોસ્પિટલના સ્ટાફે અને તબીબોએ કોરોનાના ડરના પગલે યુવકને સારવાર આપવાનો ઈન્કાર કરતા યુવકનું કોવિડ હોસ્પિટલ હિંમતનગરમાં સારવાર અર્થે ખસેડવા જતા અકસ્માતમાં મોત નિપજતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયામાં કોરોનાના ખૌફથી યુવકને સારવાર ન મળતા અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો રોષ ઠાલવ્યો હતો.