નવી દિલ્હીઃ ગુજરાતના સેંકડો વ્યક્તિઓ કે જેઓ કોવિડ-૧૯ દ્વારા સંક્રમિત થયા પછી મૃત્યુ પામ્યા હતા, તેઓને રાજ્યના સત્તાવાર મૃત્યુદરના આંકડામાં શામેલ કરવામાં આવ્યા નથી, એમ દૈનિક ભાસ્કરના અહેવાલમાં જણાવાયું છે.
આ મૃત વ્યક્તિઓ, જેમણે ન તો કોઈ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને ન કોઈ સારવાર મેળવી હતી, જેઓ કોવિડ-૧૯માં મૃત્યુ પામ્યા છે તેમના માટે સ્થાપિત પ્રોટોકોલ અનુસાર અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ફક્ત ૫% મૃતદેહો – જેમના કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા – તેમનું જ કોવિડ-૧૯ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માર્ચ ૨૦૨૦થી ૫૦૦ નાગરિકોને સિવિલ હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા. આમાંના ફક્ત ૧૦ જણનું કોવિડ-૧૯ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જો કે ૨૦૦માં લક્ષણો દેખાયા હતા.
દૈનિક ભાસ્કરના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ને લીધે મૃત્યુનું કારણ ત્રણ મૃતદેહોની અંતિમ વિધિમાં નોંધ્યું હતું, જેમનુ સકારાત્મક પરીક્ષણ થયું હતું.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોવિડ-૧૯ના લક્ષણો દર્શાવતા તમામ ૨૦૦ મૃતદેહોની તપાસ કરવામાં આવી હોત, તો ઓછામાં ઓછા ૬૦ જેટલા સકારાત્મક કેસો બહાર આવ્યા હોત. અને જો તમામ ૫૦૦ મૃતદેહોની તપાસ કરવામાં આવી હોત, તો આંકડો વધારે હોત. રિપોર્ટમાં કહેવાયું છે કે, “સિવિલ હોસ્પિટલમાં કોરોના લક્ષણોવાળા ૧૦ મૃતદેહોની ઝડપી તપાસ કરવામાં આવી હતી. જ્યાં લગભગ ૧૯૦ જેટલા મૃતદેહો હતા જેમનુ પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું અને તેમનું ઓપન પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.” સિવિલ હોસ્પિટલ, અમદાવાદના ડો.ગૌરાંગ પટેલે જણાવ્યું કે કોવિડ-૧૯ના પરીક્ષણો એમના પર જ કરવામાં આવ્યા હતા જેને ચેપ લાગ્યો હોય અથવા તેનો વિદેશી મુસાફરીનો ઇતિહાસ હોય અથવા જો શરીર પર કોઈ ઈજા ન હોય અથવા મૃત્યુ માટે કોઈ કારણ ન હોય અને જો મૃતક યુવાન હોય. દર્શન દેસાઇએ ધ વાયર માટે અહેવાલ આપ્યો હતો કે, સરકાર દ્વારા રોજિંદા કોરોનાવાયરસના આંકડાની સંખ્યા રાજ્યના અનેક સ્મશાનગૃહના આંકડાની સંખ્યા કરતાં નોંધપાત્ર રીતે ઓછી આવતા ગુજરાતમાં કોવિડ-૧૯થી થયેલ મૃત્યુનો આંક શંકાના ઘેરામાં આવી ગયો છે.
(સૌ.ઃ ધ વાયર.ઈન)