(એજન્સી) નવી દિલ્હી, તા.૩
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. દિવાળીના એક દિવસ પહેલા ઉર્ૐંએ ૧૮ વર્ષથી વધુ વયના લોકોને કોવેક્સિન લગાવવાની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન ભારતમાં જ વિકસાવવામાં આવી છે. તેને હૈદરાબાદના ૈંઝ્રસ્ઇ અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. એક નિવેદનમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાતોની બનેલી અમારી ટીમે નિર્ણય લીધો છે કે કોવેક્સિન કોરોનાથી રક્ષણ માટે ઉર્ૐંના ધોરણોને પૂર્ણ કરે છે. વેક્સિનનો લાભ તેના જોખમ કરતા વધુ છે. આ વેક્સિન દુનિયા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોવેક્સિનની સમિક્ષા ઉર્ૐંના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્‌સ ઓન ઈમ્યૂનાઈઝેશને કરી હતી. તાજેતરમાં જી-૨૦ની બેઠકમાં ઇટાલીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્ૐંના વડા ડો. એંતોનિયો ગુતેરેસ સાથે કોવેક્સિનની મંજૂરી અંગે ચર્ચા કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે, ભારત આવતા વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિનનો ૫ અબજ ડોઝ તૈયાર કરે તેવી શક્યતા છે.
અગાઉ ઉર્ૐંની સમિતિએ ૨૬ ઓક્ટોબરે કોવેક્સિન અંગે બેઠક યોજી હતી. તે દિવસે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો, પરંતુ ઉર્ૐંના સભ્યોએ સંકેત આપ્યો હતો કે આગામી બેઠકમાં ઈમરજન્સી મંજૂરી આપી શકાય છે. ઉર્ૐં મેડિસિન અને હેલ્થ પ્રોડક્ટ્‌સના છડ્ઢય્ મેરીએન્જેલા સિમાઓએ કહ્યું હતું કે અમને ભારતની વેક્સિન ઈન્ડસ્ટ્રી પર વિશ્વાસ છે. ભારત બાયોટેક સતત અમને ડેટા પ્રદાન કરી રહ્યું છે. ભારતમાં હાલમાં કોરોના વેક્સિનેશન માટે ત્રણ વેક્સિન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-વીનો સમાવેશ થાય છે. જોકે, અમેરિકાની ફાઈઝર અને મોર્ડના સહિત દેશમાં જ બનેલી જાયકોવ-ડ્ઢને પણ ઈમરજન્સી અપ્રૂવલ મળી છે પરંતુ આ ત્રણેય વેક્સિન સામાન્ય માણસ માટે હાલમાં ઉપલબ્ધ નથી. ભારતના વેક્સિનેશન સર્ટિફિકેટને ઓસ્ટ્રેલિયા સહિત પાંચ દેશોએ ૧ નવેમ્બરે ટ્રાવેલિંગની મંજૂરી આપી હતી. એટલે કે હવે ભારતમાં કોવેક્સિન લગાવનાર કોઈ પણ ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે ઓસ્ટ્રેલિયા જઈ શકશે અને તેને ત્યાં ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇન નહીં થવું પડે.