નવી દિલ્હી, તા.૨
મહાન બૉલર ઈયાન બિશપનું માનવું છે કે વિદેશની સ્થિતિમાં રમતા ભારત ઘણી સારી ટીમ પુરવાર થઈ છે અને આ કારણે કેરેબિયન ક્રિકેટરોને આગામી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમને હરાવવાનું બહુ મુશ્કેલ બનશે.
ભારતની ટીમનો તાજેતરના વર્ષોમાં દેખાવ વિદેશમાં ઘણો સારો રહ્યો છે અને ઘરઆંગણે તે અજોડ છે અને ભારતીય ખેલાડીઓ વિશ્ર્વની સર્વોચ્ચ ક્રમની ટીમને શોભે એવી રમત રમતા રહ્યા છે.
ગયા વર્ષે ભારતે ઑસ્ટ્રેલિયાની ભૂમિ પર પ્રથમ ટેસ્ટ શ્રેણી-વિજય મેળવ્યો હતો અને તે પહેલા, ઈંગ્લેન્ડમાં પાંચ મેચભરી શ્રેણીમાં પણ તેનો દેખાવ સારો રહ્યો હતો. બિશપે કહ્યું હતું કે ભારત જગતમાં એક પ્રબળ ક્રિકેટ-રાષ્ટ્ર બન્યું છે.
Recent Comments