નવી દિલ્હી,તા.૧૫
બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા પહેલા કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, તે ભારતની શાન છે. તેમણે કહ્યું કે, તે કોઈપણ દબાવ વગર કામ કરશે અને ક્રિકેટના વિચારનો ઉપગોય કરશે. મહત્વનું છે કે, સૌરવ ગાંગુલીએ સોમવારે બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી અને તેના વિરોધમાં કોઈ નથી. તેથી તેનું અધ્યક્ષ બનવાનું નક્કી છે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌરવ ગાંગુલીએ કહ્યું, ’આ પદ મારા માટે ગૌરવની વાત છે અને હું સહયોગ કરનાર તમામનો આભાર વ્યક્ત કરુ છું. આવુ પદ ક્ષમતાથી હાસિલ કરી શકાય છે.’ સૌરવે કહ્યું કે, તે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરશે.
ગાંગુલીએ કહ્યું કે, આગામી વર્ષે ટી૨૦ વિશ્વકપ છે અને તે વિરાટ કોહલીને ખુલીને રમવા માટે કહેશે. તેમણે કહ્યું કે, મેચ બોર્ડ રૂમમાં નહિ પરંતુ મેદાન પર જીતવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સેક્રેટરી પદ માટે ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહે અને કોષાધ્યક્ષ માટે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરૂણ ધુમલે ફોર્મ ભર્યું છે.