નવી દિલ્હી, તા.૯
કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીની ૧૬૦ રનની ઈનિંગ બાદ તમામ દિગ્ગજોએ આ ભારતીય બેટ્‌સમેનની પ્રશંસા કરી છે. માઈકલ ક્લાર્ક, ડેવિડ વોર્નર, જાવેદ મિયાંદાદ, માઈકહસી બાદ હવે મહાન ઝડપી બોલર વસીમ અકરમે કોહલીની પ્રશંસા કરી છે. અકરમે કહ્યું કે ભારતીય રન મશીનની સામે તેને પણ બોલિંગ કરવામાં મુશ્કેલી થાત આ પહેલાં પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન જાવેદ મિયાંદાદે કોહલીને જીનિયસ અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન ગણાવ્યો હતો. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં અકરમે કોહલીની પ્રશંસા કરી તેમણે કહ્યું કે કોહલીની ફિટનેશે તેને એક નવા સ્તરે પહોંચાડ્યો છે. અકરમે કહ્યું કે ચોક્કસ રીતે ફિટનેશ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અકરમે સ્વીકાર કર્યો કે તેને પોતાને કોહલી સામે બોલિંગ કરવામાં પરેશાની થતી ભલે ગમે તેવી પિચ કેમ ના હોય.