(એજન્સી) રિયાધ, તા.૯
સઉદી સરકારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના મુખ્ય ચેરિટીમાં કૌભાંડોના આક્ષેપો થતા એના માટે સમીક્ષા કરવાના આદેશો આપ્યા છે. સઉદીના અધિકારીએ માહિતી આપી હતી.
ઈંગ્લેંડ આધારિત ફાયનાન્સીયલ ટાઈમ્સના આધારે, સઉદીના એક અધિકારીએ કહ્યું કે અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા સંકેતો મળ્યા છે કે ચેરિટી ફાઉન્ડેશન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલ છે. જેમાં ક્રાઉન પ્રિન્સ દ્વારા અમેરિકામાં એજન્ટોની ભરતી કરી એમની તરફે જાસુસી કરવા સહિતની પ્રવૃત્તિઓ પણ છે. આ સમાચારો પછી બિન સલમાનના ચેરિટી ફાઉન્ડેશન “મિસ્ક”ને હાલમાં સમીક્ષા હેઠળ મુકાયું છે.
સઉદી ગુપ્તચર એજન્સીના પૂર્વ વડા સાદ અલ-જબરી દ્વારા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સંકેતો અપાયા હતા કે ક્રાઉન પ્રિન્સ દ્વારા ચલાવાતી એક ટોચની સંસ્થા ટ્‌વીટરમાં પોતાના જાસૂસોની ભરતી કરવામાં સંડોવાયેલ છે. જોકે અમેરિકી ન્યાય વિભાગે “મિસ્ક” અને એના પૂર્વ સેક્રેટરી જનરલ બદેર અલ- અક્સાકેરનો ઉલ્લેખ કર્યો નથી. પણ એમના સંકેતમાં “સંસ્થા નંબર -૧” તરીકે ઉલ્લેખ કર્યો છે. જે સંસ્થાની સ્થાપના સઉદી રોયલ દ્વારા કરવામાં આવી હતી અને એ “ ફોરેન ઓફીસીઅલ -૧” દ્વારા ચલાવવામાં આવતી હતી. સંજોગોવશાત મિસ્ક, અલ-અસકેર અને ક્રાઉન પ્રિન્સનું નામ પ્રતિવાદીઓ તરીકે દર્શાવાયુ હતું.
કેસમાં ટ્‌વીટરના પૂર્વ કર્મચારીઓ ઉપર ૨૦૧૪ અને ૨૦૧૫માં સઉદી અરબ માટે જાસુસી કરવાના આક્ષેપો મુકાયા છે અને તેઓ “ ફોરેન ઓફિશિઅલ -૧ સાથે સંપર્કમાં હતા. જેમણે તેમને ટ્‌વીટરના યુઝર્સની ખાનગી માહિતી આપવા બદલ ભેટો, રોકડ અને ભવિષ્યમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ માહિતીના ઉપયોગનો ઉદ્દેશ્ય સઉદીના વિરોધીઓ અને આલોચકો ઉપર નિગરાની રાખવા અને ટ્રેકિંગ કરવાનો હતો અને એ ઉપરાંત અલ જબરીની શોધ કરવાનો પણ હતો.