અમદાવાદ,તા.૩૦
એન.એ. એટલે ના નહીં ‘હા’ની લોભામણી જાહેરાતો કરીને લોકોને ઘરના ઘરનું સપનું દેખાડી મકાનના નામે ગરીબો સાથે છેતરપિંડી કરનારા બિલ્ડર નિલેશ શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ તેની વિરૂદ્ધ ગ્રાહક ફોરમે ૩૦ જેટલા વોરંટની બજવણી કરી હોવા છતાં એલિસબ્રિજ પોલીસે બિલ્ડર નિલેશ શાહને વોરંટની બજવણી ન કરતા ગ્રાહક કોર્ટે એલિસબ્રિજ પીઆઈ એ.એસ. પટેલ સામે લાલઆંખ કરી છે. તેમજ પીઆઈને આ મામલે ખુલાસો કરવા ગ્રાહક કોર્ટ સમક્ષ તા.રર ઓકટોબરના રોજ હાજર રહેલા આદેશ કર્યો છે.
એનએ કન્સ્ટ્રકશન સામે ગ્રાહક ફોરમના હુકમનો અમલ નહી થવાથી, અનેક ગ્રાહકોએ ગ્રાહક સુરક્ષા ધારાની કલમ ર૭ અનુસાર રકમની વસુલાત માટે દરખાસ્ત અરજીઓ કરી છે. ગ્રાહકોને રૂા.ર,૬૧,૦૦૦ની જમા રકમ પર વર્ષ ર૦૧રથી વાર્ષિક ૧ર ટકાના વ્યાજ સાથે ચુકવવાના હુકમનો અમલ નહીં થવાથી અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમે એનએ કન્સ્ટ્રકશનના માલિક નિલેશ મુકુંદરાય શાહ સામે અનેક કેસમાં બેલેબલ વોરંટ કાઢી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈને બજાવવા માટે હુકમ કર્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે, નિલેશ શાહ વિરૂદ્ધ ગ્રાહક ફોરમના ૩૦ બેલેબલ વોરંટ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બજાવી શકયુ નથી. એનએ કન્સ્ટ્રકશનની ટાઉન હોલ અને એમ.જે. લાઈબ્રેરી પાસે શ્રીજી હાઉસ સ્થિત ઓફિસ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ કરી દીધી હોવાથી, ગ્રાહકો ટેન્શનમાં આવ્યા છે. અનેક મુદ્દતોમાં ગ્રાહક કોર્ટના વોરંટ પોલીસ બજાવી શકતી નથી અને વોરંટ પાછા આવે છે એલિસબ્રિજ પોલીસે ગ્રાહક કોર્ટને ૩૦ બેલેબલ વોરંટ પરત કરી, રિપોર્ટ આપ્યો છે. કરોડોનું કૌભાંડ કરનાર નિલેશ શાહનું સરનામું પોલીસ પાસે નથી. પોલીસ પકડી શકતી નથી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અરજી કરી ફરિયાદ કરતા અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમે પોલીસ વોરંટ બજાવી શકતી નહીં. હોવાની ગંભીર ફરિયાદ ધ્યાને લઈ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.એસ. પટેલને વોરંટ બજાવવા અને કૌભાંડી બિલ્ડર નિલેશ શાહને એરેસ્ટ ધરપકડ કરી અને કોર્ટ સમક્ષ તા.રર-૧૦-ર૦૧૯ના રોજ હાજર કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ગ્રાહક કોર્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એસ. પટેલ સામે નોટિસ કાઢી તાકીદ કરી છે કે વોરંટ પોલીસ મારફતે બજાવવામાં આપતા નથી. જેથી ફરિયાદી દ્વારા આપેલી અરજીથી મુદ્દતના દિવસ તા.રર-૧૦-ર૦૧૯ના રોજ ખુલાસો કરવા ગ્રાહક કોર્ટના પ્રમુખ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવે છે. કસુર થયેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વધુમાં બિલ્ડર સામેનું નવી તારીખનું બેલેબલ વોરંટ ફરીથી બજાવવા માટે મોકલેલુ છે તો અવશ્ય વોરંટ સામાને યોગ્ય કાર્યવાહી કરી બજાવવું.
કૌભાડી બિલ્ડર નિલેશ શાહને ૩૦ વોરંટ નહી બજાવનારા પીઆઈને કોર્ટમાં ખુલાસો કરવા આદેશ

Recent Comments