(એજન્સી) તા.૩૦
કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ નવાફ અલ એહમદ અલ-સબાહને તેના ભાઈ શેખ સબાહ અલ-એહમદ અલ સબાહના મંગળવારે અવસાન થયા પછી દેશના મંત્રી મંડળ દ્વારા અમીર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રાજ્ય દૂરદર્શન પર મંત્રી મંડળની આ જાહેરાત સંભળાવવામાં આવી હતી. અખાત અરબ રાજ્યના બંધારણ હેઠળ, ક્રાઉન પ્રિન્સ આપોઆપ અમીર બનશે અને સંસદમાં શપથ લેતા સત્તા ધારે છે. સંસદ અધ્યક્ષ મરઝૂક અલ ઘનીમે મંગળવારે એક ટ્‌વીટમાં કહ્યું કે કુવૈતના નવા અમીર બુધવારે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે શપથ ગ્રહણ કરશે.