(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩૧
ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ ના પિતા મહેમુદખાન પઠાણ લોકડાઉનની સ્થિતિથી માં સૌથી વધુ અસર પામેલા રોજમદારો અને જરૂરિયાતમંદ લોકો ની મદદ માટે આગળ આવ્યા છે. મહેમુદ ખાન પઠાણ ટ્રસ્ટ દ્વારા ચોખા, લોટ, ચા, ખાંડ, તેલ, દાળ ,બિસ્કિટ સહિત ની ચીજવસ્તુઓ સહિત ની સામગ્રી સાથે ની અનાજ ની ૩૦૦ ઉપરાંત કીટ નું વિતરણ શહેર ના વિવિધ વિસ્તારો માં કરવામાં આવ્યું હતું. સેવાભાવી યુવાનો દ્વારા ખરેખર જરૂરિયાતમંદ લોકો ને આ અનાજ કીટ મળી રહે તે માટે ઘરે ઘરે જઈ ને અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવતા મહેમુદ ખાને જણાવ્યું હતું કે, સમગ્ર દેશ માં લોકડાઉન ની સ્થિતિથી છે ત્યારે ગરીબ લોકો કે જેઓ બહાર કમાવવા જઇ શકતા નથી તેઓ ની મદદ માટે આ અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે.લોકો એ પણ પોતાની આસપાસ ના જરૂરિયાતમંદ લોકો ને પોતાની ક્ષમતા મુજબ મદદ કરવી જોઈએ ક જેથી કોઈ ગરીબને ભૂખ્યા સુવાનો વારો ન આવે.