(એજન્સી) તા.ર૯
દિગ્ગજ અભિનેતા ઈરફાનખાન બુધવારે દુનિયા છોડી ગયા. તેમના અવસાનથી બોલીવુડમાં શોકનું વાતાવરણ છે. ઈરફાને ના માત્ર હિન્દી ફિલ્મોમાં કામ કર્યું ઉપરાંત હોલીવુડમાં પણ પોતાની કળાનું પ્રદર્શન કર્યું. તેમણે પોતાના કેરિયરની શરૂઆત એક નાના રોલથી જ કરી હતી અને પોતાની મહેનતના બળે સફળતા મેળવી. ઈરફાનની લવસ્ટોરી પણ રસપ્રદ હતી. ઈરફાન પોતાની પત્નીને ડ્રામા સ્કૂલમાં મળ્યા હતા અને થોડાક જ દિવસમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ઈરફાનની પત્નીનું નામ સુતાપા સિકંદર છે. તેમના બે પુત્ર પણ છે. એકનું નામ બાબિલ અને બીજાનું નામ અયાન છે. રિપોટ્‌ર્સ મુજબ ઈરફાનની સુતાપા સાથે પ્રથમ મુલાકાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાં થઈ હતી જ્યાં સુતાપા પણ ભણતી હતી. થોડો સમય એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ ૧૯૯પમાં ઈરફાનખાને સુતાપા સાથે લગ્ન કરી લીધા હતા.
સંઘર્ષ પણ કરવો પડ્યો
ઈરફાનખાન જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા તો તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માટે સ્કોલરશીપ સપ્લાઈ કરી. સ્કોરલશીપ મળ્યા પછી તેમણે એનએસડીમાં એડમિશન મેળવી લીધું હતું. અભ્યાસ સમાપ્ત કર્યા પછી તે મુંબઈ જતાં રહ્યા હતા. શરૂઆતી દિવસોમાં તેમણે ઘણો સંઘર્ષ કર્યો. ટીવી સિરિયલમાં પહેલાં નાના-મોટા રોલ મળતા હતા. પરંતુ ર૦૦૧માં તેમણે ધ વારિયર ફિલ્મમાં કામ કરવાની તક મળી ત્યારબાદ તેમનું જીવન બદલાઈ ગયું. ત્યારબાદ તેમને જુદા જુદા પાત્રોમાં જોવામાં આવ્યા અને લોકોએ તેમના અભિનયની ઘણી પ્રશંસા કરી.