નવી દિલ્હી, તા.૨૫
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈ. સી. સી.)માં પોતાનો અવાજ ન સાંભળી શકાતો હોવામાં બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના નવા ચૂંટાયેલા ખજાનચી અરુણ ધુમાલ માટે મુખ્ય ચિંતાનો વિષય છે જેમણે ભારત જેવા રાષ્ટ્રને નકારવા બદલ વિશ્ર્‌વની તે સર્વોપરી ક્રિકેટ સંસ્થાની મહત્ત્વતા પર સવાલ ઉઠાવ્યો છે.
મહાન ક્રિકેટર સૌરવ ગાંગુલીના પ્રમુખપદ હેઠળ પોતાનો હોદ્દો સંભાળી લેતા ધુમાલે કહ્યું હતું કે શું આપણે ક્યારેય વિચાર્યું હતું કે ભારતની આઈ. સી. સી.ના વહીવટમાં અવગણના કરાશે? “બી. સી. સી. આઈ. વિના આઈ. સી. સી. શું છે? એવો સવાલ તે સંસ્થાના કારોબાર માટે નવા રચાયેલા વિભાગમાં ભારતની ગેરહાજરી માટે ક્રિકેટ બૉર્ડના માજી પ્રમુખ અનુરાગ ઠાકુરના ભાઈ ધુમાલે કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે બિનજરૂરી ખર્ચને ઓછો કરવાનું તેમનું મુખ્ય લક્ષ્ય હશે કે જેથી પ્રથમ કક્ષાના ક્રિકેટરોના લાભાર્થે વધુ કાર્ય કરી શકાય.