(એજન્સી) લખનઉ, તા.૧૯
અલીગઢ જિલ્લાની શાળાઓમાં ક્રિસમસ નહીં મનાવવાની હિન્દુ જાગરણ મંચની ચેતવણી મુદ્દે યોગી આદિત્યનાથ સરકારે ભેદી મૌન જાળવી રાખ્યું છે. આ અંગે ટોચના પોલીસ અધિકારીનો સંપર્ક સધાતા તેમણે મનસ્વી ફરમાન અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કરતા કહ્યું કે શાળાઓને આવી કોઈ ધમકી મળી હોય તેવી અમને કોઈ ફરિયાદ શાળાઓ તરફથી મળી નથી. તેમણે એમ પણ કહ્યું કે મોટાભાગે શાળાઓમાં હિન્દુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી બળજબરીપૂર્વક ધર્માંતરણના જાપે હિન્દુ સંગઠને આવી ધમકી આપી હોઈ શકે છે. રવિવારે ક્રિસમસની ઉજવણી કરનારા એક પરિવારના સાત લોકોને મથુરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર અલીગઢ રેજના ડીવાઈન્ડ મોટિમ બગહવાલે વિસ્તારોમાં શાંતિ અને કોમી સંવાદિતા જળવાઈ રહે તે માટે આવી કોઈ પ્રવૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવા ચાર જિલ્લાના એસપી સાથે બેઠક કરી હતી. મત દરમિયાન આવા તમામ વિસ્તારોમાં ધારા ૧૩૩ લાગુ થશે. આ ધમકી ત્યારે આપી જ્યારે બજરંગ દળના એક કાર્યકર દ્વારા દાવો કરાયો કે ખ્રિસ્તીઓના એક જૂથે ધર્માંતરણના ગીત ગાયા હતા અને ત્યારબાદ મધ્યપ્રદેશના સમના જિલ્લા નજીક આવેલા પોલીસ સ્ટેશન પાસે પાદરીની કારને સળગાવાઈ દેવાઈ હતી.
ક્રિસમસ પર શાળાઓને ધમકી મુદ્દે યુપીના મુખ્યમંત્રીનું ભેદી મૌન

Recent Comments